Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે જેમ્સ બોન્ડ બોલશે ગુજરાતી! હોલીવુડની આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ગુજરાતીમાં પણ રિલીઝ થશે

હવે જેમ્સ બોન્ડ બોલશે ગુજરાતી! હોલીવુડની આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ગુજરાતીમાં પણ રિલીઝ થશે

07 September, 2021 08:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રથમ વખત, જેમ્સ બોન્ડ હવે વ્યાપકપણે બોલાતી હિન્દી સિવાય ગુજરાતીમાં પણ ડબ કરવામાં આવી છે

ડેનિયલ ક્રેગ. તસવીર/એએફપી

ડેનિયલ ક્રેગ. તસવીર/એએફપી


ડેનિયલ ક્રેગ અભિનીત જેમ્સ બોન્ડ ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ ગુજરાતીમાં ડબ કરવામાં આવશે. અહેવાલો મુજબ આ ફિલ્મ અંગ્રેજી સિવાય હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં ભારતમાં રિલીઝ થશે. પ્રથમ વખત, જેમ્સ બોન્ડ હવે વ્યાપકપણે બોલાતી હિન્દી સિવાય ગુજરાતીમાં પણ ડબ કરવામાં આવી છે અને તેનું ટ્રેલર પણ બહાર પાડવામાં આવ્યું છે.

યુનિવર્સલ પિક્ચર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લોકપ્રિય જેમ્સ બોન્ડ ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઈ’નો 25મો ભાગ ભારત સહિત વિશ્વભરના થિયેટરોમાં 30 સપ્ટેમ્બર રિલીઝ થશે. વિઓન ડૉટ કૉમના એક અહેવાલમાં જણાવાયું છે કે તે પહેલી વાર ગુજરાતીમાં પણ ઉપલબ્ધ થશે.



ડેનિયલ ક્રેગ અભિનિત જેમ્સ બોન્ડ ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઈ’ ગુજરાતી-ડબ રિલીઝ મેળવનારી પ્રથમ હોલીવુડ ફિલ્મ હશે. ગુજરાતીમાં ડબ વર્ઝન અંગ્રેજી અને હિન્દી વર્ઝન સાથે એક સાથે બહાર પાડવામાં આવશે. ગત વર્ષે, જેમ્સ બોન્ડ ફિલ્મના ગુજરાતી ટ્રેલરમાં બ્રિટિશ જાસૂસ એજન્ટ જેમ્સ બોન્ડે પોતાનો પરિચય એક સુરક્ષા ગાર્ડ સાથે કરતાં કહ્યું હતું કે “નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ.” જુઓ રોમાંચક ટ્રેલર.



Whatsapp-channel Whatsapp-channel

07 September, 2021 08:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK