અમેરિકન સિંગર અને ઍક્ટર નિક જોનસે તેના ફૅન્સને વિનંતી કરી છે કે તેઓ સ્ટેજ પર કોઈ વસ્તુઓ ન ફેંકે
ફાઇલ તસવીર
અમેરિકન સિંગર અને ઍક્ટર નિક જોનસે તેના ફૅન્સને વિનંતી કરી છે કે તેઓ સ્ટેજ પર કોઈ વસ્તુઓ ન ફેંકે. તાજેતરમાં જ કૅલિફૉર્નિયામાં તેની કૉન્સર્ટ દરમ્યાન લોકોએ અનેક વસ્તુઓ સ્ટેજ પર ફેંકી હતી. એમાંથી કેટલીક વસ્તુઓને પકડવાનો પ્રયાસ નિકે કર્યો હતો. તે પર્ફોર્મ કરતો હતો અને લોકોએ સ્ટેજ પર બ્રેસલેટ ફેંક્યાં હતાં. જોકે પર્ફોર્મ કરતી વખતે નિકે એને ઉપાડ્યાં અને સ્માઇલ કર્યું હતું. બાદમાં ગીત પર્ફોર્મ કરતી વખતે તેણે સિરિયસલી કહ્યું, સ્ટૉપ. અગાઉ પણ અનેક સિંગર્સ જેવા કે જસ્ટિન બીબર, નિકલબૅક, સેલીના ગોમ્ઝ અને ક્રીડ જેવા કલાકારો સાથે આવી ઘટનાઓ ઘટી છે.

