૨૦૨૨માં તેમણે પોતાના આ લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે અને ૧૯૭૭ બાદ પહેલી વખત આ વિસ્તારમાં ગેંડાનો શિકાર નથી થયો.

હૉલીવુડ સુપરસ્ટાર લિયોનાર્ડો ડિકૅપ્રિયો
હૉલીવુડ સુપરસ્ટાર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ આસામ સરકારની પ્રશંસા કરી છે. એનું કારણ છે કે આસામમાં આવેલા કાઝીરંગા નૅશનલ પાર્કમાં ગેંડાના શિકારમાં ઘટાડો આવ્યો છે અને ૧૯૭૭ બાદ ૨૦૨૨માં એક પણ ગેંડાના શિકારની ઘટના પ્રકાશમાં નથી આવી. એ માટે આસામ સરકારે પ્રયત્નો કર્યા છે. એથી તેમની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ લખ્યું હતું કે ‘૨૦૦૦ અને ૨૦૨૧ દરમ્યાન લગભગ ૧૯૦ ગેંડાની હત્યા બાદ ૨૦૨૧માં ભારતની આસામ રાજ્ય સરકારે એક શિંગડાવાળા ગેંડાના શિકાર પર કાઝીરંગા નૅશનલ પાર્કમાં લુપ્ત થતી આ પ્રજાતિના શિકારને સમાપ્ત કરવાનો નિર્ધાર લીધો હતો. ૨૦૨૨માં તેમણે પોતાના આ લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે અને ૧૯૭૭ બાદ પહેલી વખત આ વિસ્તારમાં ગેંડાનો શિકાર નથી થયો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ૨૨૦૦ ગ્રેટર એક શિંગડાવાળા ગેંડાઓનું ઘર છે, જે વિશ્વની એની સંખ્યાના લગભગ બે-તૃતીયાંશ છે. ભારતની આ જીત વધુ એક ગુડ ન્યુઝ લઈને આવી છે, કેમ કે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફન્ડે પણ નોંધ્યું છે કે દુર્લભ ગેંડાની આ જાતિની સંખ્યા વીસમી સદીના અંતમાં લગભગ બસોથી વધીને ૩૭૦૦ સુધી પહોંચી ગઈ છે.’