લિયોનાર્ડો ડીકૅપ્રિયો સુપરમૉડલ જીજી હદીદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. તેઓ હાલમાં જ ઘણી વાર સાથે પાર્ટી કરતાં અને ઇવેન્ટમાં જોવા મળ્યાં છે.

લિયોનાર્ડો ડીકૅપ્રિયો અને જીજી હદીદ
લિયોનાર્ડો ડીકૅપ્રિયો સુપરમૉડલ જીજી હદીદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. તેઓ હાલમાં જ ઘણી વાર સાથે પાર્ટી કરતાં અને ઇવેન્ટમાં જોવા મળ્યાં છે. લિયોનાર્ડોનું હાલમાં કૅમિલા મોરોન સાથે બ્રેકઅપ થયું છે. બ્રેકઅપ બાદ તે યુક્રેનિયન મૉડલ સાથે પણ જોવા મળ્યો હતો. જોકે હાલમાં હવે એવી ચર્ચા છે કે તે જીજીને ડેટ કરી રહ્યો છે. લિયોનાર્ડોની એક આદત હતી કે તે ફક્ત ૨૫ વર્ષની નીચેની ઉંમરની છોકરીને જ ડેટ કરતો હતો. જોકે જીજીની ઉંમર ૨૭ વર્ષની છે. જીજીનું થોડા સમય પહેલાં જ ઝૈન મલિક સાથે બ્રેકઅપ થયું હતું. જીજી અને લિયોનાર્ડો ન્યુ યૉર્ક ફૅશન વીકમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. જીજીના પિતાને આ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેની દીકરી કોને ડેટ કરી રહી છે એ વિશે તેને કંઈ ખબર નથી, પરંતુ લિયોનાર્ડો ખૂબ જ સારો માણસ છે અને તેની સાથે ઘણી વાર મુલાકાત પણ થઈ હતી એ વિશે તેમણે જણાવ્યું હતું.