ડિઝની+હૉટસ્ટાર પર આ કન્ટેન્ટ જોવા માટે પૈસા ચૂકવવામાં આવતા હતા.
પ્રતીકાત્મક તસવીર
જિયો સિનેમાએ હાલમાં એચબીઓ, મૅક્સ ઓરિજિનલ અને વૉર્નર બ્રધર્સ સાથે ડીલ કરી છે. એચબીઓ, મૅક્સ ઓરિજિનલ અને વૉર્નર બ્રધર્સ કન્ટેન્ટ પહેલાં ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળતી હતી. જોકે તેમનો કૉન્ટ્રૅક્ટ પૂરો થતાં માર્ચથી આ કન્ટેન્ટ દેખાતી બંધ થઈ ગઈ હતી. એ તકનો લાભ જિયો સિનેમાએ ઉઠાવ્યો છે. તેમણે એચબીઓ, મૅક્સ ઓરિજિનલ અને વૉર્નર બ્રધર્સ સાથે મલ્ટિ-યરની ડીલ કરી છે. આ કન્ટેન્ટ હવે મે મહિનાથી જિયો સિનેમા પર જોવા મળશે. ડિઝની+હૉટસ્ટાર પર આ કન્ટેન્ટ જોવા માટે પૈસા ચૂકવવામાં આવતા હતા. જોકે જિયો સિનેમા પર હાલમાં આ કન્ટેન્ટ ફ્રી જોવા મળશે. એ માટે પૈસા પછીથી ચાર્જ કરવામાં આવશે કે નહીં એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે રીતે આઇપીએલ ફ્રી દેખાડવામાં આવી રહી છે એના પરથી લાગી રહ્યું છે કે જિયો સિનેમા દર્શકોને ફ્રી સેવા પૂરી પાડશે.