Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Flash: ઍકટર્સ, ફેન્સ અને સ્ટુડિયોના વિવાદો વચ્ચે WBએ લૉન્ચ કર્યા 2 ટ્રેલર

The Flash: ઍકટર્સ, ફેન્સ અને સ્ટુડિયોના વિવાદો વચ્ચે WBએ લૉન્ચ કર્યા 2 ટ્રેલર

21 February, 2023 11:45 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફ્લૅશ ઇન સ્પીડ ફોર્સ’ (Flash in the speed force)ના સીનને ઑસ્કાર 2022( Oscar 2022)માં એવાર્ડ પણ મળ્યો

`શઝામ! ફ્યુરી ઑફ ધ ગોડ્સ` અને ‘ધ ફ્લૅશ`નું પોસ્ટર તસવીર સૌજન્ય : વોર્નર બ્રોસ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ

`શઝામ! ફ્યુરી ઑફ ધ ગોડ્સ` અને ‘ધ ફ્લૅશ`નું પોસ્ટર તસવીર સૌજન્ય : વોર્નર બ્રોસ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ


વોર્નર બ્રધર્સ (Warner Brothers - WB), ડીસી કૉમિક (DC comics) માટે વર્ષ 2023 ખુબજ મહત્વનું છે કારણકે આ વર્ષે DCએ અનેક નવા પ્રોજેક્ટ્સ (ફિલ્મ્સ)ની જાહેરાતો કરી છે અને એમાંથી ચાર ફિલ્મો આ જ વર્ષે રીલીઝ થવાની છે. જેમાં 17 માર્ચ 2023ના રોજ ‘શઝામ! ફ્યુરી ઑફ ધ ગોડ્સ’ (Shazam! Fury of the Gods), ‘ધ ફ્લૅશ’ (The Flash) 23 જૂન 2023, ‘બ્લૂ બિટૅલ’ (Blue Beetle) અને ‘ઍક્વામૅન ઍન્ડ ધ લૉસ્ટ કિંગડમ’ (Aquaman and the Lost Kingdom) જેવી ફિલ્મોનો સમાવેશ છે. સાથે સાથે આગામી વર્ષોમાં જે ફિલ્મો રિલીઝ થવાની છે તેમાં ‘જોકર : ફોલિ અ ડ્યુકસ’ (Joker: Folie á Deux), ‘ધ બૅટમેન – 2’ (The Batman – 2), અને ‘સુપરમૅન : લીગસી’ (Superman : Legacy) જેવી ફિલ્મોની જાહેરાતો કરવામાં આવી અને આ ફીલ્મોના પોસ્ટપ્રોડક્શન પર કામ ચાલી રહ્યું હોવાનું ડાઇરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે.

શઝામ! ફ્યુરી ઑફ ધ ગોડ્સ અને ધ ફ્લૅશનું ટ્રેલર થોડા સમય પહેલા જ લૉન્ચ કરવામાં આવ્યું છે જેને દર્શકો અને ફેન્સ તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. શઝામ! ફ્યુરી ઑફ ધ ગોડ્સ આ વર્ષ 2019માં આવેલી ‘શઝામ’ની પ્રિક્વલ છે જેમાં બિલી બૅટ્સન (Billy Batson) તેના 6 ભાઈ-બહેનો સાથે મળીને  સુપરપાવરથી શહેરને બચાવે છે તે દર્શવામાં આવ્યું હતું. ફિલ્મના ભાગ- 2 માં ફિલ્મની સ્ટોરીને આગળ વધારતા ફિલ્મનું મુખ્ય પાત્ર બિલી બૅટ્સન (શઝામ) પોતાની વ્યક્તિગત સમસ્યાઓ સામે લડતો જોવા મળે છે અને તેને મળેલી સુપરપાવરનો ઉપયોગ કરવાને પોતે યોગ્ય નથી માનતો. ટ્રેલરમાં ડૉટર ઑફ ઍટલાસ (Daughter of Atlas) શઝામને મળેલી સુપરપાવરને છીનવી લેવા માટે આવે છે. ટ્રેલરમાં ફિલ્મના પહેલા ભાગમાંથી અનેક પાત્રો જોવા મળે છે અને કેટલાક નવા પાત્રોનો પરિચય પણ ટ્રેલરમાં કરવામાં આવ્યો છે. શઝામનું ટ્રેલર કૉમેડી અને ઍક્શનથી ભરપૂર છે અને ફિલ્મના દરેક પાત્રોમાં કેરેક્ટર ડેવલપમેન્ટ જોવા મળે છે જેથી દર્શકોમાં ફિલ્મને જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મને અંગ્રેજી, હિન્દી અને અન્ય અનેક ભારતીય ભાષાઓમાં 17 માર્ચ 2023ના રોજ રિલીઝ કરવામાં આવશે.



 


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shazam! Fury of the Gods (@shazammovie)


2016ની ‘બૅટમેન વીએસ સુપરમૅન’ (Batman vs Superman)માં ડીસી કૉમિકના ખૂબ જ પ્રસિદ્ધ સુપરહીરો ફ્લૅશની એક ઝલક દર્શાવ્યા પછી ફિલ્મના નિર્માતાઓએ આ સુપરફાસ્ટ સુપરહીરોની લાઈવ ઍક્શન ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. 2020માં આવેલી ‘ઝૅક સ્નાઇડરની જસ્ટિસ લીગ’ (Zack Snyder’s Justice League) ફિલ્મમાં બૅરી ઍલન (Barry Allen) (ફ્લૅશ)નું પાત્ર ડીસી ઍન્ટરટેઈન્મેન્ટ યૂનિવર્સની ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું. ફિલ્મના ‘ફ્લૅશ ઇન સ્પીડ ફોર્સ’ (Flash in the speed force)ના સીનને ઑસ્કાર 2022( Oscar 2022)માં એવાર્ડ પણ મળ્યો. ત્યારબાદ વર્ષ 2022ના ડીસી ફૅનડોમ ઈવેન્ટમાં (DC FanDome) ધ ફ્લૅશ ફિલ્મનું પોસ્ટર અને એક નાનકડી ક્લિપ દર્શાવવામાં આવી હતી.

ધ ફ્લૅશમાં બૅરી એલેન ફ્લૅશનું પાત્ર ભજવનાર એઝરા મિલર (Ezra Miller) ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ વેકેશન દરમ્યાન અનેક વિવાદોમાં સપડાયા હતા. એક્ટર સામે લોકો સાથે મારપીટ, સતામણી, અસભ્ય વ્યવહાર અને કીડનેપિંગ જેવી અનેક ફરિયાદો નોંધવામાં આવી હતી. આ જોઈને WBએ ફિલ્મને રદ કરવાનો નિર્ણય લીધો હતો એવી ચર્ચાઓને વેગ મળ્યો. અનેક લોકો એઝરા મિલરને બીજા ઍક્ટર સાથે બદલવાની માગણી કરી રહ્યા હતા પણ, ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાથી તે શક્ય બન્યું નહીં અને નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવું પડ્યું.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Flash (@dctheflash)

ધ ફ્લૅશનું ટ્રેલર લૉન્ચ કરીને DCએ એક મોટું જોખમ તો ઉપાડયું હતું પણ ટ્રેલર જોઈને દર્શકોએ તેની પ્રશંસા કરી છે. ટ્રેલરમાં ફ્લૅશ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે, ટ્રેલર મુજબ ફ્લૅશ ટાઇમ ટ્રાવેલ કરી સમયમાં પાછળ જઈને પોતાની મમ્મીની હત્યાને અટકાવવાનો પ્રયત્ન કરે છે. પણ તેની એક ભૂલને કારણે ભવિષ્યની ટાઇમલાઇન પર થયેલી અસરથી મલ્ટિવર્સમાં સર્જાયેલી ગરબડ તે કેવી રીતે સુધારે છે એ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ફકત ફ્લૅશ જ નહીં પણ સાથે-સાથે બે બૅટમેન, સુપરગર્લ, જનરલ ઝૉડ જેવા અનેક ફીલ્મોના પાત્રો જોવા મળવાના છે. 1989માં આવેલી ‘બૅટમેન’ (Batman 1989) જેમાં માઈકલ કીટોને બૅટમેનનું પાત્ર ભજવ્યું હતું તે પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે.

WBએ અનેક એક્ટરને રી-કાસ્ટ કર્યાની યાદીમાં બૅન ઍફ્લેકનું (Ben Affleck)નું પણ નામ શામેલ હતું પણ હવે તે ધ ફ્લૅશમાં ફરી એક વાર બૅટમેનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને 23 જૂન 2023ના રોજ હિન્દી, અંગ્રેજીમાં રિલીઝ કરવામાં આવશે અને સાથે-સાથે ધ ફ્લૅશમાં આગામી ફિલ્મ પ્રોજેક્ટ્સના અનેક ઈસ્ટર એગ (Easter Egg) જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર કૉમેડી અને ડાર્ક સસપેન્સથી ભરપૂર છે અને ફિલ્મ પણ મનોરંજક હશે એવી આશા છે.

(વિરેન છાયા)

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2023 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK