Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘હાઉસ ઑફ ડ્રૅગન’એ રજિસ્ટર કર્યા દસ મિલ્યન વ્યુઝ

‘હાઉસ ઑફ ડ્રૅગન’એ રજિસ્ટર કર્યા દસ મિલ્યન વ્યુઝ

24 August, 2022 05:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોને એચબીઓ ચૅનલ અને એચબીઓ મૅક્સ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર દેખાડવામાં આવી રહ્યો છે.

હાઉસ ઑફ ડ્રૅગન વેબ સિરીઝ

હાઉસ ઑફ ડ્રૅગન વેબ સિરીઝ


એચબીઓ પર આવી રહેલી ‘હાઉસ ઑફ ડ્રૅગન’એ દસ મિલ્યન વ્યુઝ રજિસ્ટર કર્યા છે. આ શોને એચબીઓ ચૅનલ અને એચબીઓ મૅક્સ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર દેખાડવામાં આવી રહ્યો છે. ‘ગેમ ઑફ થ્રોન્સ’ની આ પ્રીક્વલ સિરીઝ છે. આ શો જેટલો ફેમસ હતો એટલો જ એની પ્રીક્વલ ‘હાઉસ ઑફ ડ્રૅગન’ને પણ પસંદ કરવામાં આવી રહી છે. ૨૦૧૧માં જ્યારે આ સિરીઝ પહેલી વાર પ્રીમિયર થઈ હતી ત્યારે એના પહેલા એપિસોડને ૪.૨ મિલ્યન વ્યુઝ મળ્યા હતા. જોકે એની ફાઇનલ સીઝન એટલે કે આઠમી સીઝનના પહેલા એપિસોડને ૧૭.૯ મિલ્યન વ્યુઝ મળ્યા હતા. જોકે ‘ગેમ ઑફ થ્રોન્સ’ના ૨૦૦ વર્ષ પહેલાં હાઉસ ટાર્ગેરિયનની સ્ટોરીને ‘હાઉસ ઑફ ડ્રૅગન’માં દેખાડવામાં આવી રહી છે. આ શોને ઇન્ડિયામાં ડિઝની + હૉટસ્ટાર પર ​સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. આ પ્લૅટફૉર્મ પર જોવામાં આવેલા આંકડાનો દસ મિલ્યનમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. આથી ઇન્ડિયામાં જેટલા દર્શકોએ એ શો જોયા છે એ અલગ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2022 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK