Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટીવન સ્પીલબર્ગે કરી ‘RRR’ની પ્રશંસા

સ્ટીવન સ્પીલબર્ગે કરી ‘RRR’ની પ્રશંસા

12 February, 2023 02:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ’માં બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.

સ્ટીવન સ્પીલબર્ગ

સ્ટીવન સ્પીલબર્ગ


સ્ટીવન સ્પીલબર્ગે એસ. એસ. રાજામૌલીની ‘RRR’ની ખૂબ પ્રશંસા કરી છે. થોડા સમય અગાઉ જેમ્સ કૅમરને પણ આ ફિલ્મનાં વખાણ કર્યાં હતાં. આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ’માં બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ગોલ્ડન ગ્લોબની કૉકટેલ પાર્ટીમાં સ્ટીવન સ્પીલબર્ગ અને એસ. એસ. રાજામૌલીએ ઝૂમ કૉલ પર વાતચીત કરી હતી. એ દરમ્યાન સ્ટીવન સ્પીલબર્ગે કહ્યું કે ‘મને તારી ફિલ્મ અસાધારણ લાગી છે. અદ્ભુત હતી. મને મારી આંખો પર ભરોસો નહોતો બેસતો. મારા માટે એ આંખોને આકર્ષિત કરનારી હતી. એ ફિલ્મને જોવી એ હટકે અનુભવ છે.’

તેમની પાસેથી પોતાની ફિલ્મની પ્રશંસા સાંભળીને તેમનું રીઍક્શન કેવું હતું એ વિશે રાજામૌલીએ કહ્યું કે ‘હું મારી ચૅર પરથી ઊભો થઈ ગયો અને ડાન્સ કરવા માંડ્યો હતો. મારા માટે આ ખૂબ મહત્ત્વ ધરાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK