° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


‘ડોન્ટ લુક અપ’માં નાનકડી ભૂમિકામાં જોવા મળશે ઈશાન

24 December, 2021 03:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના કૅરૅક્ટરનું નામ રાઘવ માનવલન છે

ઈશાન ખટ્ટર Don’t Look Up

ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સની આગામી હૉલીવુડ ફિલ્મ ‘ડોન્ટ લુક અપ’માં નાનકડી ભૂમિકામાં જોવા મળવાનો છે. તેના કૅરૅક્ટરનું નામ રાઘવ માનવલન છે. આ ફિલ્મમાં લિયોનાર્ડો ડિકૅપ્રિયો, જેનિફર લૉરેન્સ, મેરિલ સ્ટ્રીપ, જોના હિલ, રોબ મૉર્ગન, માર્ક રાયલન્સ અને ટિમોથી કેલમેટ લીડ રોલમાં છે. તેમના સિવાય આ ફિલ્મમાં ભારતીય ઍક્ટર હિમેશ પટેલ પણ જોવા મળશે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે બે ઍસ્ટ્રોનોમર્સ શોધી કાઢે છે કે ધૂમકેતુ ખૂબ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે કે જેનાથી વિનાશ સરજાશે. ત્યાર બાદ કેવા પ્રકારની અણધારી સ્થિતિનું નિર્માણ થાય છે એ દેખાડવામાં આવશે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઈશાન ૧૦ સેકન્ડ સુધી સ્ક્રીન પર દેખાશે, પરંતુ એ મજેદાર હશે અને લોકો પણ એની અચૂક નોંધ લેશે. ભારતના દર્શકો પણ તેને જોઈને સરપ્રાઇઝ થશે.

24 December, 2021 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

‘બ્લૅક ઍડમ’ માટે ફાઇટ કરવી પડી હતી ડ્વેઇન જોન્સને

અંતે ડ્વેઇન જોન્સનની જીત થઈ હતી અને બન્ને ફિલ્મ અલગ-અલગ બનાવવામાં આવી હતી

17 August, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

અલ પચીનોના પ્રોડક્શનની ફિલ્મ ડિરેક્ટ કરશે જૉની ડેપ

જૉની ડેપ ૨૫ વર્ષ બાદ અલ પચીનોના બીજી ફિલ્મ ડિરેક્ટ કરવાનો છે

17 August, 2022 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

સો કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ‘થોર’

૨૦૨૨માં સો કરોડની ક્લબમાં પહોંચેલી આ ​હૉલીવુડની બીજી ફિલ્મ છે

10 August, 2022 01:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK