Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર સિલ્કની બૉક્સર અન્ડરવેઅર અને મોજાં પહેરીને જસ્ટિન બીબરે ગ્રૅમી અવૉર્ડ્‌સ માટે આપ્યો પર્ફોર્મન્સ

માત્ર સિલ્કની બૉક્સર અન્ડરવેઅર અને મોજાં પહેરીને જસ્ટિન બીબરે ગ્રૅમી અવૉર્ડ્‌સ માટે આપ્યો પર્ફોર્મન્સ

Published : 03 February, 2026 11:13 AM | IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૉપ સિંગરને ચાર કૅટેગરીમાં નૉમિનેશન મળ્યાં હતાં પણ તે એક પણ અવૉર્ડ જીતી શક્યો નહોતો

જસ્ટિન બીબરે ગ્રૅમી અવૉર્ડ્સ 2026માં

જસ્ટિન બીબરે ગ્રૅમી અવૉર્ડ્સ 2026માં


પૉપ સિંગર જસ્ટિન બીબરે ગ્રૅમી અવૉર્ડ્સ 2026માં શર્ટલેસ પર્ફોર્મન્સ આપીને લોકોને ચોંકાવી દીધા હતા. સોશ્યલ મીડિયા પર તેનો આ વિડિયો ચર્ચામાં છે જેમાં જસ્ટિન બીબર હાથમાં ગિટાર લઈને માત્ર સિલ્કની બૉક્સર અન્ડરવેઅર અને મોજાં પહેરીને પર્ફોર્મન્સ આપી રહ્યો છે. આ પહેલાં ૨૦૨૨માં જસ્ટિન બીબરે બ્રાઝિલના રૉક ઇન રિયો ફેસ્ટિવલમાં પર્ફોર્મ કર્યું હતું. એનાં ચાર વર્ષ પછી હવે ૨૦૨૬માં તેણે ફરી એક વખત જાહેરમાં સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યો છે. લગભગ ચાર વર્ષ બાદ જસ્ટિનને સ્ટેજ પર જોવા માટે ફૅન્સ તલપાપડ હતા પણ સ્ટેજ પર જસ્ટિનના શર્ટલેસ લુકે બધાને ચોંકાવી દીધા હતા.

જસ્ટિને ગ્રૅમી અવૉર્ડ્સ 2026માં સ્ટેજ પર પોતાનું ગીત ‘યુકોન’ રજૂ કર્યું અને દરેકનાં દિલ જીતી લીધાં હતાં. તેણે ગ્રૅમી અવૉર્ડ્સમાં માત્ર પર્ફોર્મન્સ નહોતો આપ્યો પણ તેને કુલ ચાર કૅટેગરીમાં નૉમિનેશન પણ મળ્યાં હતાં. જોકે તે એક પણ અવૉર્ડ જીતી શક્યો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 11:13 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK