તાજેતરમાં આયોજિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લિયોનાર્ડો અને નીલમ સાથે જોવા મળ્યાં હતાં
નીલમ ગિલ, લિયોનાર્ડો ડિકૅપ્રિયો
હૉલીવુડ-ઍક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયો ૨૮ વર્ષની ઇન્ડિયન-બ્રિટિશ મૉડલ નીલમ ગિલ સાથે રિલેશનમાં હોવાની ચર્ચા છે. તાજેતરમાં આયોજિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લિયોનાર્ડો અને નીલમ સાથે જોવા મળ્યાં હતાં. એ ફેસ્ટિવલમાં લિયોનાર્ડોની ફિલ્મ ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. એ દરમ્યાન સૌનું ધ્યાન લિયોનાર્ડો સાથે હાજર આ મહિલા પર ગયું હતું. ત્યાર બાદ બન્ને લંડનમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. જોકે ત્યારથી લિયોનાર્ડોના ફૅન્સ તેના આ લેડી લવ વિશે જાણવા આતુર છે. નીલમનો જન્મ યુકેમાં થયો હતો. તેનાં દાદા-દાદી પંજાબ રહે છે. મૉડલિંગની દુનિયામાં નીલમ ફેમસ છે. તેણે માત્ર ૧૪ વર્ષની વયે મૉડલિંગની શરૂઆત કરી હતી. સાથે જ બ્રિટિશ હેરિટેજ બ્રૅન્ડ બરબેરીના કૅમ્પેનનું મૉડલિંગ કરીને તેણે ઇતિહાસ રચ્યો હતો. લિયોનાર્ડો અને નીલમ બન્નેમાંથી કોઈએ પોતાના આ રિલેશન વિશે હજી સુધી ખુલાસો નથી કર્યો.


