° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


નો સંસ્કારી જેમ્સ બૉન્ડ

30 September, 2021 11:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પણ કટ વગર ‘નો ટાઇમ ટુ ડાઇ’ને પાસ કરી સેન્સર બોર્ડે

નો ટાઇમ ટુ ડાઇ

નો ટાઇમ ટુ ડાઇ

જેમ્સ બૉન્ડની ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ને એક પણ કટ કર્યા વગર સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવી છે. ૨૦૧૫માં આવેલી ‘સ્પેક્ટ્રે’ને એ સમયના ચૅરપર્સન પહલાજ નિહલાણી દ્વારા ઘણાં દૃશ્યો કટ કરીને રિલીઝ કરવામાં આવી હતી. એ વખતે કિસિંગ સીન પણ કાઢી નાખવામાં આવ્યો હતો. એને લઈને સોશ્યલ મીડિયામાં ઘણી ટીકા કરવામાં આવી હતી. તેમ જ જેમ્સ બૉન્ડને પણ સંસ્કારી જેમ્સ બૉન્ડ કહેવામાં આવી રહ્યો હતો. જોકે આ વખતે એક પણ કિસિંગ સીનને કાઢવામાં નથી આવ્યો. આ ફિલ્મમાં ઘણાં ઍક્શન અને રોમૅન્ટિક દૃશ્યો છે, પરંતુ એમ છતાં સેન્સર બોર્ડે એક પણ દૃશ્યને કાઢવા માટે નથી કહ્યું. આ ફિલ્મ બે કલાક અને ૪૩ મિનિટની છે અને એને ૨૦ સપ્ટેમ્બરે  U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ પહેલી જેમ્સ બૉન્ડની ફિલ્મ છે જેને 3Dમાં રિલીઝ કરવામાં આવી રહી છે. ઇન્ડિયામાં એને ૧૭૦૦થી વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે.

 

30 September, 2021 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

જેમ્સ કૅમરુન ‘અવતાર’ની ત્રીજી ફિલ્મ બાદ ફ્રૅન્ચાઇઝી છોડી શકે છે

હૉલીવુડ ફિલ્મમેકર જેમ્સ કૅમરુન હવે ‘અવતાર’ સિરીઝની ત્રીજી ફિલ્મ બાદ ફ્રૅન્ચાઇઝીને છોડી શકે છે.

06 July, 2022 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

જેમ્સ બોન્ડ બોલશે ગુજરાતી! હોલીવુડની આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ થશે

પ્રથમ વખત, જેમ્સ બોન્ડ હવે વ્યાપકપણે બોલાતી હિન્દી સિવાય ગુજરાતીમાં પણ ડબ કરવામાં આવી છે

07 September, 2021 08:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

James Bondએ દુનિયાથી લીધી વિદાય

James Bondએ દુનિયાથી લીધી વિદાય

31 October, 2020 06:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK