Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેરેમી રેનરને ૩૦થી વધુ હાડકાંમાં ફ્રૅક્ચર થયું હતું

જેરેમી રેનરને ૩૦થી વધુ હાડકાંમાં ફ્રૅક્ચર થયું હતું

23 January, 2023 01:34 PM IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેરેમીને હવે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે અને તે હવે ઘરે રિકવર કરી રહ્યો છે.

જેરેમી રેનર

જેરેમી રેનર


હૉલીવુડ સ્ટાર જેરેમી રેનરનો ભયંકર અકસ્માત થયો હતો અને એમાં તેનાં ૩૦થી વધુ હાડકાંમાં ફ્રૅક્ચર થયું હતું. આ વાતની માહિતી જેરેમીએ જ આપી છે. જેરેમીને હવે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે અને તે હવે ઘરે રિકવર કરી રહ્યો છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જેરેમીએ કૅપ્શન આપી હતી, ‘મૉર્નિંગ વર્કઆઉટ્સ, રેઝોલ્યુશન્સ આ બધું નવા વર્ષમાં બદલાઈ ગયું છે. મારી સાથે ઘટેલી ઘટનાએ આખા ​પરિવાર માટે મુશ્કેલી નિર્માણ કરી છે અને તેમણે સાથે મળીને ખૂબ પ્રેમથી મારી કાળજી લીધી છે. મારા પરિવાર અને મારા માટે કરેલી ચિંતા માટે દરેકે મોકલેલા મેસેજિસનો હું આભાર માનું છું. તમને સૌને ખૂબ પ્રેમ. ૩૦થી પણ વધુ ભાંગેલાં હાડકાં ઠીક થઈ જશે, વધુ સ્ટ્રૉન્ગ બનશે ઠીક એ રીતે જે પ્રકારે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સંબંધ ગાઢ થયા છે. તમને સૌને પ્રેમ અને ભગવાનની કૃપા મળે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 01:34 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK