° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


સર્જરીમાંથી બહાર આવતાં ઇન્ટેન્સિવ કૅરમાં છે જેરેમી રનર

04 January, 2023 02:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ યર ઈવના દિવસે વિન્ટર સ્ટૉર્મ આવ્યું હતું અને લગભગ ૩૫,૦૦૦ ઘરની વીજળી જતી રહી હતી.

જેરેમી રનર

જેરેમી રનર

અવેન્જર્સ’ સિરીઝમાં હૉકાઇનું પાત્ર ભજવતા જેરેમી રનરની હાલત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યો છે. તે સર્જરીમાંથી બહાર આવી ગયો છે, પરંતુ હવે ઇન્સેન્ટિવ કૅરમાં છે.

નૉર્ધર્ન નેવાડાના રેનોમાં જેરેમીનું ઘર આવેલું છે. તે ત્યાં ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે ગયો હતો. જોકે ન્યુ યર ઈવના દિવસે વિન્ટર સ્ટૉર્મ આવ્યું હતું અને લગભગ ૩૫,૦૦૦ ઘરની વીજળી જતી રહી હતી.

અતિશય સ્નો હોવાથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કાર પાર્ક કરી હોય તો એના પર બે-ત્રણ ફુટનો બરફ જામી ગયો હતો. આથી ઘણો બરફ હોવાથી તે જ્યારે બરફને દૂર કરી રહ્યો હતો ત્યારે ઠંડી લાગી જતાં તેની હાલત કફોડી બની ગઈ હતી.

તેને સીધો હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની હેલ્થ ક્રિટિકલ હતી. જોકે હવે તે સર્જરીમાંથી બહાર આવી ગયો છે. વેધરને લઈને તેને બ્લન્ટ ચેસ્ટ ટ્રૉમા અને ઑર્થોપેડિક ઇન્જરી થઈ હતી. આ માટે તેની ફૅમિલીએ ડૉક્ટર્સ, સ્ટાફ, રેનો સિટીના મેયર અને શેરિફથી લઈને દરેક વ્યક્તિનો આભાર પણ માન્યો છે.

04 January, 2023 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

Oscar 2023: ભારતને ત્રણ ઑસ્કર જીતવાની તક, RRR સાથે આ બે ફિલ્મો પણ થઈ નૉમિનેટ

ધ 94th ઍકેડેમી એવૉર્ડ એટલે ઑસ્કર એવૉર્ડને ડૉલ્બી થિયેટર લૉસ ઍન્જલિસમાં માર્ચ 2023માં ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગે પ્રસારિત કરવામાં આવશે.

27 January, 2023 07:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

Viral Video: કિઆનુ રીવ્ઝના આવા વિચિત્ર વીડિયો જોઈને ફેન્સ થયા નારાજ

કિઆનુ રીવ્ઝ દુનિયાના એવા એક્ટરની યાદીમાં છે જે કદીયે કોઈ વિવાદોમાં સપડાયો નથી અને કિઆનુ રીવ્ઝ પાસે પોતાનું કોઈ પર્સનલ સોશિયલ મીડિયા અકાઉંટ પણ નથી.

23 January, 2023 06:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

જેરેમી રેનરને ૩૦થી વધુ હાડકાંમાં ફ્રૅક્ચર થયું હતું

જેરેમીને હવે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે અને તે હવે ઘરે રિકવર કરી રહ્યો છે.

23 January, 2023 01:34 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK