કચ્છ એક્સપ્રેસ (Kutch Express)એક એવી ફિલ્મ જેમાં સામાજિક સંદેશો છે તો રોમાન્સ પણ છે અને કચ્છના સફેદ રણમાં પ્રસરતા રંગો પણ છે. પરંતુ આ ફિલ્મની ખાસ વાત છે સાસુ-વહુનો સંબંધ. રત્ના પાઠક શાહની (Ratna Pathak Shah) આ પહેલી ગુજરાતી ફિલ્મ છે તો માનસી પારેખ (Manasi Parekh) આ ફિલ્મનાં પ્રોડ્યુસર પણ છે. બંન્ને અભિનેત્રીઓ કચ્છ એક્સપ્રેસની આ સફરની માંડીને વાત કરી ત્યારે ઘણાં નવા પાસાં જાણવા મળ્યા.