તે પ્રભાસ અને ક્રિતી સૅનન સાથેની ‘આદિપુરુષ’માં જોવા મળવાનો છે

વત્સલ શેઠ અને ઈશિતા દત્તા
વત્સલ શેઠ હવે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળવાનો છે. આ ફિલ્મને ફેમસ ગુજરાતી પ્રોડ્યુસર બનાવશે, પરંતુ તેનું નામ હજી સુધી જાણવા નથી મળ્યું. વત્સલની ઇચ્છા ગુજરાતી પ્રોજેક્ટ કરવાની હતી અને એ ઇચ્છા હવે પૂરી થવા જઈ રહી છે. તેણે અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તે પ્રભાસ અને ક્રિતી સૅનન સાથેની ‘આદિપુરુષ’માં જોવા મળવાનો છે. ગુજરાતી ફિલ્મમાં કામ કરવા વિશે પૂછવામાં આવતાં વત્સલે કહ્યું કે ‘હા, હું એમાં કામ કરી રહ્યો છું અને ખૂબ એક્સાઇટેડ પણ છું. ગુજરાત એ મારું વતન છે અને મારો ઉછેર પણ ત્યાં થયો હોવાથી હંમેશાંથી જ એમાં કામ કરવાની ઇચ્છા હતી. હવે ફાઇનલી એ થઈ રહ્યું છે તો હું દરેકને એ દેખાડવા માટે ઉત્સુક છું. આ ફિલ્મ બનાવવા માટે અમે અતિશય મહેનત કરી રહ્યા છીએ. હું એ ભાષા જાણું છું, લોકોને અને એની પરંપરા પણ સારી રીતે જાણું છું. મારા વતનમાં મને મારી કળા દેખાડવાની તક મળવી એ મારા માટે અદ્ભુત વાત છે.’