હૉટસ્ટારનો આ વેબ-શો ગુજરાતી ઍક્ટરનો પહેલો જ છે અને તેની સાથે ઍક્ટ્રેસ અનુપ્રિયા ગોએન્કા જોવા મળશે
વત્સલ શેઠ
ક્રાઇમ કરનારા કેવા શાતિર હોય છે એ દર્શાવતી હૉટસ્ટારની નવી વેબ-સિરીઝ ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’ માટે ફાઇનલી લીડ સ્ટાર મળી ગયો છે. આ વેબ-સિરીઝમાં વત્સલ શેઠ જોવા મળશે. વત્સલ સાથે અનુપ્રિયા ગોએન્કા લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે, તો મોહન કપૂર અને યશપાલ શર્મા જેવા થિયેટરના ધુરંધર ઍક્ટરો પણ દેખાશે.
‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’ રિયલ ક્રાઇમ સ્ટોરી છે. તમે કેવી રીતે કોઈની વાતમાં આવીને બહુ મોટા ક્રાઇમનો હિસ્સો બની જતા હો છો અને તમને એની ખબર પણ નથી પડતી એ વાત આ વેબ-સિરીઝમાં દર્શાવવામાં આવી છે.
‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’ વત્સલની પહેલી વેબ-સિરીઝ થશે. વત્સલની અત્યારે અજય દેવગનવાળી વેબ-સિરીઝ ‘રુદ્ર’ માટે પણ વાતચીત ચાલી રહી છે. અલબત્ત, એમાં કશું ફાઇનલ થાય એ પહેલાં જ ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’ ફાઇનલ થઈ ગઈ અને વત્સલ હવે કામ પર લાગશે. વત્સલને આ વેબ-સિરીઝ પાસેથી ઘણી આશાઓ છે.