Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુ જનરેશન માટે પ્રેમ એક પ્રોબલમની સ્ટોરી દર્શાવતી ફિલ્મ "વાર તહેવાર"ની રિલીઝ ડેટ જાહેર

ન્યુ જનરેશન માટે પ્રેમ એક પ્રોબલમની સ્ટોરી દર્શાવતી ફિલ્મ "વાર તહેવાર"ની રિલીઝ ડેટ જાહેર

10 July, 2024 11:53 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vaar Tahevaar Release Date: આ ફિલ્મમાં આજની નવી generation માં લગ્ન કરવા માટે ઉસ્તુક નથી અને ૩૫ - ૪૦ વર્ષે જે લગ્ન કરવાની જે ફેશન આવી છે તે બાબતે એક મસ્ત સ્ટોરી સાથે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

વાર તહેવારના ટીઝરનો સ્ક્રીન શૉટ

વાર તહેવારના ટીઝરનો સ્ક્રીન શૉટ


પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર - આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી સરસ મજાની ફિલ્મ "વાર તહેવાર" (Vaar Tahevaar Release Date) તહેવારો ના મહિનામાં એટલે કે બીજી ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. "વાર તહેવાર"નું ટીઝર જોયા પછી એવું કહી શકાય કે તે એક કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે. આ ફિલ્મમાં આજની નવી generation માં લગ્ન કરવા માટે ઉસ્તુક નથી અને ૩૫ - ૪૦ વર્ષે જે લગ્ન કરવાની જે ફેશન આવી છે તે બાબતે એક મસ્ત સ્ટોરી સાથે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.


આ ફિલ્મની વાર્તા પરથી કઈ શકાય કે આજકાલ અનેક પરિવારમાં આ બાબતે અનેક ચર્ચા અને પ્રશ્નો ઉપસ્થિત થયા હશે. આમ જોવા જઈએ આજના સમયમ્મા મોટા ભાગના પરિવારમાં મા-બાપની, વડીલોની આજ ચિંતા (Vaar Tahevaar Release Date) બની છે. તો આ સાથે અનેક યુવાનો પાસે લગ્ન ન કરવા માટે કે લગ્ન મોડા કરવા માટે ના પણ અનેક કારણો હોય છે. આવા અઘરા વિષયને તહેવારો સાથે જોડીને કૉમેડી અને ઈમોશનના સમન્વયની વાતને "વાર તહેવાર"માં એકદમ સરળ પણે દર્શાવવામાં આવ્યું છે.ફિલ્મમાં અભિનેત્રી મોનલ ગજ્જર (Vaar Tahevaar Release Date) એક મનોવિજ્ઞાનીક (Psychologist) ની ભૂમિકામાં છે તો પરીક્ષિત તમાલીયા રોબોટિક એન્જીનીયરના રોલમાં જોવા મળવાનો છે. એટલે કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. ફિલ્મના બંને લીડ એક્ટર્સ ભણેલા છે, બુદ્ધિશાળી છે, લોજીકથી ભરેલા છે અને તેમના મા-બાપને , વડીલોને આજ પ્રોબ્લેમ છે કે બહુ ભણેલા દલીલો બહુ કરે પણ સંબંધનું મહત્ત્વ, તહેવારોનું મહત્ત્વ, ફેમિલીનું મહત્ત્વ સમજવામાં હજી પાછા રહી ગયા છે.


ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે તેવું દેખાઈ રહ્યું છે. ટીકુ તલસાણીયા (Vaar Tahevaar Release Date) જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય, કૉમેડી ટાઈમિંગ તો જગ જાહેર છે. તેમ જ એક પિતાની સંવેદનાને, પિતાની ચિંતાને પણ તેમણે અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે. ફિલ્મના ટીઝરના એક સંવાદમાં તેઓ પોતાની પુત્રી ને કહે છે, "તમારા બુદ્ધિશાળી દિલોનો પ્રોબ્લેમ શું છે કહું, આજકાલ તમારો પ્રેમ પણ બુદ્ધિશાળી થઇ ગયો છે." આ સંવાદનું કહેવું સ્પષ્ટ છે કે પ્રેમ બુદ્ધિશાળીના હોવો જોઈએ પ્રેમતો ગાંડો અને તોફાની હોય છે. ‘વાર તહેવાર’ આ એક ફેમિલી ફિલ્મમાં પ્રેમની આ ભાષા પણ સુંદર રીતે કૅમેરામાં કંડારી છે. 

જાણવા જેવી બાબત એ છે કે ‘વાર તહેવાર’માં આંચલ શાહ (Vaar Tahevaar Release Date) અને પ્રણવ ઉનડકટની જોડી આ ગાંડા પ્રેમની સ્ટોરીને સ્ક્રીન પર બતાવશે. ફિલ્મમાં પરીક્ષિત તમાલીયા મામાની ભૂમિકામાં પણ જાણીતા અભિનેતા અનુરાગ પ્રપન્નની અફલાતૂન એકટિંગ જોવા મળશે. તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જા ના જાણીતા એક્ટર પણ અહિંયા ખાસ રોલમાં જોવા મળશે. જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે.


કલ્પના ગાગડેકર, કલ્પેશ પટેલ, હેતલ મોદી, ભૂમિકા પટેલ, મનીષા ત્રિવેદી, છાયા વોરા, જીગર મોદી (Vaar Tahevaar Release Date) અને બીજા અનેક જાણીતા કલાકારોના અભિનયથી સજ્જ આ ફિલ્મ સાંપ્રત સમની વાત લઇ ને આવી રહી છે, આ પારિવારિક ફિલ્મમાં હાસ્યના ફુવારા ઉડવાના છે તે ટીઝર જોઈને જ લાગી રહ્યું છે. તેમ જ ફિલ્મમાં તહેવારોનું વાતાવરણ પણ જોવા મળશે. મનીષ દેસાઈ આ ફિલ્મ ના પ્રોડ્યૂસર છે, ન્યૂઝ મીડિયાના જાણીતા મનીષ દેસાઈ એન્ટરટેઇન્મેન્ટ મીડિયામાં હવે આવા વિષયની સાથે આવી રહ્યા છે. સમગ્ર ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થયું હતું અને ફિલ્મની રિલીઝ અમેરિકા, કૅનેડામાં પણ થઈ રહ્યા છે. હાલમાં જ એક સ્પેશ્યલ શો મુંબઈ અને અમદાવાદ ખાતે પણ થયો હતો. આ ફિલ્મ લોકોને ખુબ ગમી રહી છે.

Oxygen ફિલ્મ fame, ચિન્મય પી પુરોહિત, આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. Oxygen જેવી હટકે (Vaar Tahevaar Release Date) ફિલ્મ આપનાર ચિન્મય પુરોહિત પાસેથી "વાર તહેવાર" માટે પણ ઘણી બધી અપેક્ષાઓ વધી જાય છે. ફેમિલી ફેમિલી રમવા કરતા ફેમિલી ફેમિલી જીવવું જોઈએ અને ક્યારેય કોઈ તહેવાર એકલો ઉજવાતો નથી, તમારું પોતાનું કોઈક જો તમારી સાથે હશે તો જ તમે તહેવારનો આનંદ માણી શકશો - દુઃખમાં ભાગ પડાવવા અને સુખને બેવડું કરવા - તમારી પોતાની વ્યક્તિની જરૂર પડે જ છે, આવી વાતો કરવા  આપણને તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરવા "વાર તહેવાર" આવી રહી છે. ફરીથી કહેવાનું મન થાય છે, કે આ ફિલ્મની ટેગ લાઈન દિલને ગમી જાય તેવી છે, "પ્રેમ જેવો કોઈ વાર નહીં, કેવો તહેવાર નહીં."

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK