Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોમ એન્ડ ચેરી, અસંભાઉઉઉ અને પીધા પછી: ખડખડાટ હસાવશે આ કૉમેડી ફિલ્મોના ટ્રેલર

ટોમ એન્ડ ચેરી, અસંભાઉઉઉ અને પીધા પછી: ખડખડાટ હસાવશે આ કૉમેડી ફિલ્મોના ટ્રેલર

Published : 07 August, 2026 05:44 PM | Modified : 07 August, 2026 07:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઝી સ્ટુડિયોએ ગુજરાતી સિનેમામાં પોતાના પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આ સફરની શરૂઆત ફિલ્મ `ટોમ એન્ડ ચેરી`થી કરશે, જેમાં પીઢ ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા છે. `ટોમ એન્ડ ચેરી` એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે.

ફિલ્મ ટ્રેલરના પોસ્ટર

ફિલ્મ ટ્રેલરના પોસ્ટર


`ટોમ એન્ડ ચેરી`, `અસંભાઉઉઉ` અને `પીધા પછી` આ ત્રણ ફિલ્મોનું એકાએક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેથી આગામી મહિનાઓમાં દર્શકોને અનેક નવી ફિલ્મો જોવા મળવાની છે. ટ્રેલર જાહેર કરવાની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. તો ચાલી જાણીએ આ ફિલ્મો વિશે.

સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર `ટોમ એન્ડ ચેરી`



ઝી સ્ટુડિયોએ ગુજરાતી સિનેમામાં પોતાના પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આ સફરની શરૂઆત ફિલ્મ `ટોમ એન્ડ ચેરી`થી કરશે, જેમાં પીઢ ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા છે. `ટોમ એન્ડ ચેરી` એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે. ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 28 ઑગસ્ટ, 2026 ના રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થશે.


ટ્રેલરમાં પરિવાર, કૉમેડી અને સંબંધોની વાર્તા


ફિલ્મનું ટ્રેલર કૌટુંબિક જીવન, સંબંધો, રમૂજ અને અનેક અણધાર્યા વળાંકોથી ભરેલું હતું. ગુજરાતી ફૅમિલી એન્ટરટેનરની સ્ટાઈલ સાથે સાચા રહીને, આ ફિલ્મ કૉમેડી સાથે ઈમોશનનો મિક્સ હશે. નિર્માતાઓએ કહ્યું કે આ ફિલ્મ તમામ ઉંમરના પ્રેક્ષકો માટે બનાવવામાં આવી છે અને તહેવારોની મોસમ દરમિયાન પરિવારો સાથે જોવા માટે આદર્શ છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું, "`ટોમ એન્ડ ચેરી` એક એવી ફિલ્મ છે જે કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ, સંબંધો અને એકતાની ભાવનાની ઉજવણી કરે છે. ટીઝરને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો છે, અને મને આશા છે કે ટ્રેલર જોયા પછી તેમનો ઉત્સાહ વધુ વધશે. મને ખાસ આનંદ છે કે ઝી સ્ટુડિયોએ `ટોમ એન્ડ ચેરી`ને તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે પસંદ કરી છે. પ્રાદેશિક વાર્તાઓમાં તેમનો વિશ્વાસ ગુજરાતી સિનેમા માટે એક ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. મને આશા છે કે દર્શકો આ ફિલ્મને તે જ હૂંફ અને પ્રેમથી સ્વીકારશે જે રીતે અમે તેને બનાવી હતી." આ પ્રસંગે ઝી મ્યુઝિક કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર સુજલ પારેખ જણાવ્યું હતું કે, "ભારતીય મનોરંજન ઉદ્યોગના આગામી વિકાસમાં પ્રાદેશિક સિનેમાની અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે. સમૃદ્ધ વાર્તાકથનની પરંપરા અને સતત વિસ્તરતા દર્શકવર્ગને કારણે ગુજરાતી સિનેમા વિશાળ સંભાવનાઓ ધરાવે છે. ગુજરાતી ફિલ્મોમાં અમારો પ્રવેશ માત્ર એક ફિલ્મ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઇન્ડસ્ટ્રીના ભવિષ્યમાં કરાયેલું વ્યૂહાત્મક રોકાણ છે. અમારું લક્ષ્ય એવી ફિલ્મોનું મજબૂત પોર્ટફોલિયો તૈયાર કરવાનો છે, જે સાંસ્કૃતિક રીતે પ્રામાણિક હોવા સાથે મુખ્ય પ્રવાહના દર્શકોને પણ આકર્ષે. `ટોમ એન્ડ ચેરી` ગુજરાતી સિનેમા અને સંગીતને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પહોંચાડવાના અમારા વિશાળ વિઝનની પ્રથમ કડી છે."

`અસંભાઉઉઉ` વિશે વાત કરીએ તો ફિલ્મ પણ 28 ઑગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં મિત્ર ગઢવી, રૌનક કામદાર, શિવાની ભારદ્વાજ, તત્સત મુનશી, ચેતન દૈયા, પ્રેમલ યાજ્ઞિક, હેતલ મોદી, જીતેન્દ્ર ઠક્કર, તુષારિકા રાજગુરુ, જસ્સી ગઢવી અને પ્રિન્સી પ્રજાપતિ જોવા મળશે છે. પાર્થ ત્રિવેદીએ ફિલ્મ લખી છે ડિરેક્ટ કરી છે અને આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને ઝાનોક ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત છે. નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશાલ શાહ છે, જ્યારે રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિમિટેડ સમગ્ર ભારતમાં રિલીઝનું સંચાલન કરશે. ટ્રેલરમાં પૅટ ડૉગ અને તેના માલિક સાથેના મસ્તીભર્યા જીવનની વાર્તા કૉમેડી અંદાજમાં જોવા મળે છે, અને દર્શકો પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

‘પીધા પછી’ બૅન્ગકોકમાં ધમાલ

11 સપ્ટેમ્બર, 2026 ના રોજ સિનેમાઘરોમાં ‘પીધા પછી’ રિલીઝ થશે તેનું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન નિશીથ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને અનિલ મહેતા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં આકાશ પંડ્યા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ત્રિવેદી, તર્જની ભાડલા, ધવલ બરભયા, ગરિમા, વ્રજના પંડ્યા, વિશાલ વૈશ્ય, નીરવ કુમાર, ભાર્ગવ પરમાર, વિક્ટોરિયા બ્રેઝનિયાકોવા, પ્રશાંત બારોટ, કલ્પના ગગડેકર, ખુશી રાજપુત અને પંખી રાજપૂત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે છે. ટ્રેલરમાં મિત્રોનું એક જૂથ બૅન્ગકોક ટ્રીપ પર જાય છે અને ત્યાં જે પણ ધમાલ થાય છે તે જોવા મળી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK