Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સબસે પહેલે હિન્દી મ્યૂઝિક વીડિયો દ્વારા બે ગુજરાતી કલાકારો કરશે ડેબ્યૂ

સબસે પહેલે હિન્દી મ્યૂઝિક વીડિયો દ્વારા બે ગુજરાતી કલાકારો કરશે ડેબ્યૂ

09 December, 2020 06:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સબસે પહેલે હિન્દી મ્યૂઝિક વીડિયો દ્વારા બે ગુજરાતી કલાકારો કરશે ડેબ્યૂ

‘સબસે પહેલે’નું પોસ્ટર

‘સબસે પહેલે’નું પોસ્ટર


નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’માં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની બહેન રિધ્ધિ ડાંગર પણ અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કરવા તૈયાર છે. અંકિત સખીયા દ્વારા દિગ્દર્શિત હિન્દી મ્યૂઝિક વીડિયો ગીત ‘સબસે પહેલે’થી બે ગુજરાતી કલાકારો રિધ્ધિ ડાંગર અને દુષ્યંત વ્યાસ ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે.

વત્સલ ગોસ્વામીએ લખેલું અને ગાયેલું ગીત ‘સબસે પહેલે’ અંકિત સખીયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે અને તેની સ્ટોરી સંદીપા ઠેસિયાએ લખી છે. આ એક રોમેન્ટિક ગીત છે. બાળપણથી લઈ મોટા થાય ત્યાં સુધીના પ્રેમની વાત તેમા દર્શાવવામાં આવી છે. ગીતમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળનાર ગુજરાતી કલાકારો રિધ્ધિ ડાંગર અને દુષ્યંત વ્યાસ અભિનય ક્ષેત્રે પહેલા પણ કામ કરી ચુક્યા છે. પરંતુ હિન્દીમાં આ ગીત દ્વારા તેઓ ડેબ્યૂ કરી રહ્યાં છે. ગીતનું શૂટિંગ બે દિવસમાં પુર્ણ કરવામાં આવ્યું છે. જે જુનાગઢમાં થયું હતું. આ ગીતને જય વ્યાસ પ્રોડક્શન અને વકતવ્ય એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમજ વાણી મ્યુઝિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.



મ્યૂઝિક વીડિયોમાં ફીચર કરતા દુષ્યંત વ્યાસે અનેક શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે રિધ્ધિ ડાંગરે પ્રતિક ગાંધી અભિનિત ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીઝમાં નાનકડું પાત્ર ભજવ્યું હતું. મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર તાહેતરમાં જ રિલીઝ થયું છે અને તેને જોઈને લાગે છે ગીત પણ એટલું એક્સાઈટિંગ લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2020 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK