Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીવનની સચ્ચાઈ દર્શાવતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’નું મોશન પોસ્ટર રિલીઝ

જીવનની સચ્ચાઈ દર્શાવતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’નું મોશન પોસ્ટર રિલીઝ

18 February, 2023 06:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર નથી થઈ

‘ઝૂંપડપટ્ટી’નું પોસ્ટર

‘ઝૂંપડપટ્ટી’નું પોસ્ટર


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ અનેક નવી ફિલ્મો આવી રહી છે આ યાદીમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થયો છે. ફિલ્મનું નામ છે ‘ઝૂંપડપટ્ટી’ (Jhopadpatti). ફિલ્મનું મોશન પોસ્ટર (Motion Poster) તાજેતરમાં જ રિલીઝ થયું છે. જોકે, ફિલ્મ વિશે વધુ માહિતી મળી નથી.

ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’નું મોશન પોસ્ટર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રિનપ્લે, એડિટીંગ અને ડિરેક્શન પાર્થ વાય ભટ્ટ (Parth Y Bhatt)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ પ્રજ્ઞેશ મલ્લી (Prangesh Malli)એ કરી છે અને કો-પ્રોડ્યુસ દીપલ સેઠ (Dipal Seth) છે. ફિલ્મનું મોશન પોસ્ટર શૅર કરવાની સાથે જ એક સરસ કવિતા લખી છે. જેમાં લખ્યું છે કે, ‘ખાટી મીઠી ને ગળ ચટ્ટી, આ છે અમારી ઝૂંપડપટ્ટી. પળ મા બટ્ટી તો એક પળ મા કટ્ટી, આ છે અમારી ઝૂંપડપટ્ટી. જ્યાં મહેક માનવતાની પ્રસરતી, આ છે અમારી ઝૂંપડપટ્ટી. ક્યાંક શીતળ છાયા તો ક્યાંક આગ ની ભઠ્ઠી, આ છે અમારી ઝૂંપડપટ્ટી…’




મોશન પોસ્ટર પરથી એટલું સમજી શકાય છે કે, ફિલ્મની વાર્તા જીવનની સચ્ચાઈ દર્શાવે છે. ઝૂંપડપટ્ટીના જીવન અને ત્યાં રહેતા લોકોની વાર્તા હશે તેવું આ પોસ્ટર પરથી સમજાય છે. મોશન પોસ્ટર સિવાય ફિલ્મની વધુ માહિતી હજી સુધી જાહેર કરવામાં નથી આવી.

આ પણ વાંચો - મંચ પર નાટક શરૂ થયું અને બીજી તરફ માની જિંદગી પર પડદો પડ્યો


‘ઝૂંપડપટ્ટી’ ફિલ્મમાં ભાવિની ગાંધી (Bhawini Gandhi), આરતી ભાવસાર (Aarti Bhavsar), મિનાક્ષી જોબનપુત્રા (Minakshi Jobanputra), હેમાંગ દવે (Hemang Dave), આકશ ઝાલા (Aakash Zala), નદીમ વધવાનિયા (Nadeem Wadhwania), ભાવિનિ જાની (Bhavini Jani) મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો - વિજયગીરી બાવા એન્ડ ટીમ લઈને આવી રહ્યાં છે એક ઐતિહાસિક ફિલ્મ

ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર કરવામાં નથી આવી.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2023 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK