ચાની ચુસ્કીઓ લેતા બેફિકર થઈને જવાબ આપે છે અને બધાનું દિલ જીતી લે છે. શાહરુખ ખાને પણ બાને સુંદર જવાબ આપ્યો છે. પણ હવે જોવાનું એ છે કે શાહરુખ ખાને જે બા માટે "હું પણ તને પ્રેમ કરું છું બા" એ ગુજરાતીમાં લખ્યું છે કે આખરે છે કોણ?

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ
શાહરુખ ખાન (Shah Rukh Khan) બૉલિવૂડનો (Bollywood) એવો ગમતો સ્ટાર છે જેની લોકપ્રિયતા ભારતમાં જ નહીં આખા વિશ્વમાં છે. આ વાતના પુરાવાછે પઠાણનું વિશ્વમાંથી થતું કલેક્શન. પઠાણ વિશ્વમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે અને હજી પણ આગળ વધી રહી છે. તો, આ દરમિયાન શાહરુખ ખાનને લઈને સોશિયલ મીડિયા પર અનેક વીડિયોઝ આવી રહ્યા છે. એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બા જણાવે છે કે તેમનો ક્રશ કોણ છે. તે ચાયની ચુસ્કીઓ લેતા બેફિકર થઈને જવાબ આપે છે અને બધાનું દિલ જીતી લે છે. આ વીડિયો એટલો સુંદર છે કે શાહરુખ ખાન પણ પોતાને આ વીડિયોનો જવાબ આપતા અટકાવી શક્યા નહીં. તેમણે પણ બાને સુંદર જવાબ આપ્યો છે. પણ હવે જોવાનું એ છે કે શાહરુખ ખાને જે બા માટે "હું પણ તને પ્રેમ કરું છું બા" એ ગુજરાતીમાં લખ્યું છે કે આખરે છે કોણ?
શાહરુખ ખાને પોતાના ટ્વિટર પર આ વીડિયો શૅ કર્યો છે. આ વીડિયોમાં બાને સિદ્ધાર્થ અમિત ભાવસાર પૂછે છે કે તેમના ફેવરિટ એક્ટર કોણ છે? તો તેઓ જવાબ આપે છે કે પહેલા ધર્મેન્દ્ર હતા હવે શાહરુખ ખાન. તેમને પૂછવામાં આવે છે કે રણવીર સિંહ કે રણબીર કપૂર નહીં તો તે ના પાડી દે છે. તે પ્રશ્નો જવાબ આપવાની વચ્ચે ખૂબ જ રસપ્રદ રીતે ચા પણ પીતાં દેખાય છે. તેમનો કૂલ અંદાજ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ બાનું નામ છે નિર્મલા કેશવનાથ ભાવસાર. જેનો વીડિયો તમે અહીં એમ્બેડ પોસ્ટમાં જોઈ શકો છો જ્યારે તે સરસ મજાની ખુરશીમાં બેઠા છે અને મ્યૂઝિકવાલા (સિદ્ધાર્થ) પોતાની બા સાથે લાડ કરતા જોવા મળે છે.
View this post on Instagram
હવે શાહરુખ ખાને જ્યારે આ વીડિયો જોયો તો તે પણ પોતાને જવાબ આપતા અટકાવી શક્યા નહીં. રસપ્રદ વાત એ છે કે બાએ જ્યાં બધા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપી રહ્યા છે તો ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારાના પતિ સિદ્ધાર્થ અમિત ભાવસાર (મ્યૂઝિકવાલા)ના બાને બૉલિવૂડ કિંગ ખાન પણ ગુજરાતીમાં જ જવાબ આપે છે. શાહરુખ ખાને ટ્વીટમાં લખ્યું છે કે, `હું પણ તને પ્રેમ કરું છું બા` આ રીતે શાહરુખ ખાન અને તાજેતરમાં ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા સાથે પરિણીત સિદ્ધાર્થ અમિત ભાવસાર (મ્યૂઝિકવાલા)નું આ ટ્વીટ પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.
Turns out @iamsrk is my Baa’s forever crush ! Hope this reaches him ❤️ pic.twitter.com/Yvelmf5qBq
— Siddharth Amit Bhavsar (@musicwaalaa) February 21, 2023
બાના વીડિયો પર શાહરુખે કરી કોમેન્ટ
સિદ્ધાર્થ (મ્યૂઝિકવાલા)એ આ વીડિયો શૅર કર્યો ત્યારે કૅપ્શનમાં લખ્યું છે કે "આશા છે કે આ વીડિયો SRK સુધી પહોંચે અને તેને ટૅગ પણ કર્યો છે." હવે સિદ્ધાર્થનો આ વીડિયો શાહરુખ સુધી માત્ર પહોંચ્યો જ નથી પણ સાથે તેણે આ ટ્વીટનો જવાબ પણ આપ્યો છે. શાહરુખે ટ્વીટમાં લખ્યું છે કે `હું પણ તને પ્રેમ કરું છું બા` ત્યારે શાહરુખના આ રિએક્શન પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ખરો બાદશાહ ગણાવી રહ્યા છે.
Huṁ paṇa tanē prēma karuṁ chuṁ Baa. https://t.co/nZLzYhafFl
— Shah Rukh Khan (@iamsrk) February 22, 2023
ફિલ્મે કરી આટલા કરોડની કમાણી
જણાવવાનું કે શાહરુખ ખાન (Shah Rukh Khan) માટે આજે ખૂબ જ ખાસ દિવસ છે કારણકે તેની ફિલ્મ પઠાણ (Pathaan)ની હિન્દી વર્ઝને 500 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તો, તામિલ અને તેલુગુ વર્ઝન સાથે `પઠાણ` ફિલ્મે દેશમાં 518.06 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.
આ પણ વાંચો : જે PM ન કરી શક્યા તે કર્યું જાવેદે- સંજય રાઉત, સામનામાં ગણાવ્યા સાચા દેશભક્ત
આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ અને આશુતોષ રાણા જેવા સિતારાઓએ કામ કર્યું ચે. ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે, જે આ પહેલા `વૉર` જેવી બ્લૉકબસ્ટ ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે.