સામના મેગેઝીનમાં લખેલા એક આર્ટિકલમાં તેમણે કહ્યું કે એક મુસ્લિમ રાઈટરે પાકિસ્તાનમાં તે કર્યું, જે પીએમ મોદી અને તેમના અંધભક્ત નથી કરી શક્યા.

સંજય રાઉત (ફાઈલ તસવીર)
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના નેતા સંજય રાઉતે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જાવેદ અખ્તરને સન્માનિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જાવેદ અખ્તરે પોતાની દેશભક્તિ બતાવી છે અને બધાને તેમનું સપૉર્ટ કરવું જોઈએ. સામના મેગેઝીનમાં લખેલા એક આર્ટિકલમાં તેમણે કહ્યું કે એક મુસ્લિમ રાઈટરે પાકિસ્તાનમાં તે કર્યું, જે પીએમ મોદી અને તેમના અંધભક્ત નથી કરી શક્યા.
હકિકતે, જાવેદ અખ્તરે લાહોરમાં ખુલ્લા મંચ પરથી પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે ફૈજ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે મુંબઈ હુમલામાં ષડયંત્ર રચનાર પાકિસ્તાનમાં ખુલ્લા ફરી રહ્યા છે.
પાકિસ્તાનમાં ઘુસીને તેમને ધમકાવવું સરળ નથી
સંજય રાઉતે આગળ કહ્યું કે દિલ્હી અને મુંબઈમાં બેસીને પાકિસ્તાનને ઘમકાવવું સરળ છે, પણ દુશ્મનના ઘરમાં બેસીને તેમને ધમકી આપવી સરળ નથી. આવું કામ એક સાચો દેશભક્ત જ કરી શકે છે.
રાઉતે આર્ટિકલમાં ભાજપ પર પણ નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે જે લોકો ભાજપની વાત નથી માનતા, તેમને આ લોકો દેશદ્રોહી કહેવા માંડે છે. પાકિસ્તાન અને ચીન આપણા દેશના દુશ્મન છે, પણ મોદી માત્ર પાકિસ્તાન વિરુદ્ધ ઊભા છે અને ચીનથી ડરે છે. ચીન વિરુદ્ધ મોદી સરકાર માત્ર ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવા સુધી સીમિત છે. આ સિવાય સરકાર કંઈ જ બીજું કરતી નથી.
આ પણ વાંચો : હાય હાય!! એરોપ્લેનમાં થયેલી પીપી હવે પહોંચી ટ્રાવેલની બસ સુધી
જાવેદે કહ્યું- મારી ટિપ્પણી પર ત્રણ હજાર લોકોએ વગાડી હતી તાળીઓ
જાવેદ અખ્ટરે ભારત પાછા આવ્યા બાદ કહ્યું હતું કે પાકિસ્તાનમાં 26/11 મુંબઈ આતંકવાદી હુમલા વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર લોકએ સારી પ્રતિક્રિયા આપી હતી. તેમની આ કોમેન્ટની લોકોએ પ્રશંસા કરી હતી. જાવેદ અખ્તરે કહ્યું, "જ્યારે મેં આ વાત કહી તો ત્યાં હાજર લગભગ 3 હજાર લોકોએ એક સ્વરમાં તાળીઓ પાડી. ત્યાંના સામાન્ય લોકો પણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાની જનતા, પાકિસ્તાની સેના કરતાં ખૂબ જ અલગ છે."