લવની ભવાઈના ગીત વ્હાલમ આવોને માટે જાણીતા ગુજરાતી ગાયક જિગરદાન ગઢવીએ પોતાના આલ્બમ ‘ગુલદસ્તો’નું બીજું ગીત રિલીઝ કર્યું છે
ફાઇલ તસવીર
લવની ભવાઈના ગીત વ્હાલમ આવોને માટે જાણીતા ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી (Jigardan Gadhavi)એ પોતાના આલ્બમ ‘ગુલદસ્તો’નું બીજું ગીત રિલીઝ કર્યું છે. તેમણે એક કોન્સર્ટ દરમિયાન આ ગીત ફેન્સ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. પ્રિતમ પરદેશીની અપાર સફળતા બાદ જિગરે ‘મને તું મળી ગઈ’ (Mane Tu Mali gai) રિલીઝ કર્યું છે. તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે. જિગર પોતાની ફેશન સેન્સના પણ જાણીતા છે.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જિગરદાન ગઢવીએ લખ્યું કે, “ગઈ કાલે કોન્સર્ટમાં જ ગુલદસ્તોનું બીજું સોન્ગ ‘મને તું મળી ગઈ’ વેહતું મૂક્યું. હમણાં જ જાઓ આપેલી લિંકમાં અને સાંભળીને મને જલદી કહો કેવું લાગ્યું? મારા ઓરિજનલ ગીતોને તમે હંમેશા પ્રેમ આપ્યો છે, બસ આમ જ સાથે રેહજો સાથીઓ.”
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું કે, “પ્રિતમ પરદેશી બાદ મારા પ્રથમ ગુજરાતી ઓરિજિનલ આલ્બમમાંથી હું અહીં બીજું ગીત રજૂ કરી રહ્યો છું. ગીત ‘માને તું મળી ગઈ’ જે મારા જીવનની, કૃતજ્ઞતા અને પ્રેમ પ્રત્યેની મારી શાશ્વત લાગણીને રજૂ કરે છે.”
View this post on Instagram
ગાયકે આગળ લખ્યું કે, “મારા ઓરિજિનલ ગીતો મારા જીવનનો એક ભાગ છે, જ્યારે પણ હું મારા સંગીત દ્વારા મારા હૃદયની લાગણીઓ શેર કરું છું ત્યારે તે હંમેશા એક મહાન અનુભૂતિ હોય છે અને તમે લોકોએ હંમેશા મને ઓરિજનલ ગુજરાતી સંગીત માટે પ્રોત્સાહિત કર્યો છે.”
ગીતના શબ્દો અને સંગીત બંને જિગરદાન ગઢવીના જ છે. ઉપરાંત ગાયક તરીકે તેમણે આ ગીતમાં ત્રેવડી જવાબદારી નિભાવી છે. સાંભળો આ સુંદર ગીત.
આ પણ વાંચો: આ દિવસે શેમારૂમી પર ડિજિટલી રિલીઝ થશે ‘ચલ મન જીતવા જઈએ-2’
ઉલ્લેખનીય છે કે ગુજરાતી ગાયક જિગરદાન ગઢવીએ દોઢ વર્ષ પહેલાં યતિ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ આ રોમેન્ટિક આલ્બમ ‘હમદમ’ સાથે તેમણે સંગીત જગતમાં વાપસી કરી હતી.