° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


જિગરદાન ગઢવી લાવી રહ્યા છે નવું મ્યુઝિક આલ્બમ, રિલીઝ કર્યું પહેલું ગીત

09 January, 2022 08:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોતાની ફેશન સેન્સના કારણે પણ જાણીતા જિગરે તાજેતરમાં જ યતિ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

લવની ભવાઈના ગીત વ્હાલમ આવોને માટે જાણીતા ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી હવે હિન્દી ગીતોનું આલ્બમ લઈને આવી રહ્યા છે. જિગ્રાએ આલ્બમનું પહેલું ગીત ‘હમદમ’ તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે. પોતાની ફેશન સેન્સના કારણે પણ જાણીતા જિગરે તાજેતરમાં જ યતિ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા છે અને ત્યાર બાદ હવે આ રોમેન્ટિક આલ્બમ સાથે તેમણે સંગીત જગતમાં વાપસી કરી છે.

આ સંદર્ભે વાત કરતાં જિગ્રાએ જણાવ્યું કે “હમદમ મારા આલ્બમ ‘લખ્ત-એ-જીગર’નું પહેલું ગીત છે, તેમાં 5 ગીતો છે. આ આલ્બમ લવ થીમ પર આધારિત છે. મેં આ ગીત મારી મંગેતર યતિ ઉપાધ્યાય માટે લખ્યું હતું, જ્યારે તે ઓસ્ટ્રેલિયામાં હતી.”

તેમણે કહ્યું કે “મેં આ ગીત લખ્યા પછી તેણી પ્રથમ વ્યક્તિ હતી જેને મેં તે મોકલ્યું હતું. આ ગીત મેં લખ્યું ત્યારથી હું હંમેશા તેની સાથે શૂટ કરવા માગતો હતો, પરંતુ તેને મનાવવી મુશ્કેલ હતી. અંતે તે મારી સાથે આ ગીત શૂટ કરવા સંમત થઈ અને અમે તેનું શૂટિંગ ઉદયપુરમાં કર્યું હતું. હું હંમેશા સ્ત્રી કોસ્ટાર સાથે કામ કરવા માટે ખૂબ શરમાળ હતો, પરંતુ યતિ સાથે કામ કરતી વખતે, હું અમારી કેમિસ્ટ્રી બતાવવામાં જરાય શરમાયો નહોતો, તે બધું કુદરતી હતું.”

જિગ્રાએ ઉમેર્યું કે “આ ગીતના શૂટ દરમિયાન મેં અને યતિએ ઘણી બધી યાદો બનાવી છે. આ ગીત યતિ પ્રત્યેના મારા પ્રેમ વિશે છે.અમે બંનેએ સેટ પર ખૂબ જ એન્જોય કર્યું કારણ કે તે ભારતમાં ક્યાંય પણ અમારી પ્રથમ સફર હતી.અમે રોમેન્ટિક વાઇબ્સને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો છે જે અમારા બંને માટે ખૂબ જ સ્વાભાવિક હતું.

તેમણે ફેન્સને કહ્યું કે “તમારી કોમેન્ટ વાંચવા હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તમારા આશીર્વાદ મળશે ટે બદલ ખૂબ જ ઉત્સાહિત છું.”

09 January, 2022 08:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

‘ફક્ત મહિલાઓ માટે’ પરિવારને થિયેટર સુધી ચોક્કસ ખેંચી લાવશે : આનંદ પંડિત

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કૅમિયો છે

04 August, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મોની બોલબાલા

આ વર્ષની એડિશનમાં ઘણી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે

03 August, 2022 05:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

રસિક દવેની વિદાયના ત્રણ જ દિવસમાં પત્ની કેતકીબહેને સ્ટેજ સાચવ્યું

કેતકી દવેએ કહ્યું, ‘Show Must Go On’ : નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટ કહે છે, ‘કેતકીએ સમાજની મહિલાઓ માટે ઉદાહરણ ખડું કર્યું’

01 August, 2022 05:33 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK