° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Chhano Maano: છાનોમાનોમાં દેખાશે ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી

09 October, 2021 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈન્ડસ્ટોન પ્રૉડક્શન દ્વારા પ્રૉડ્યૂસ થતા સિંગલમાં જોવા મળશે.

 તસવીર સૌજન્ય પીઆર

તસવીર સૌજન્ય પીઆર

ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીની જોડી ફરી એકવાર એક સુંદર મ્યૂઝિક વીડિયો સાથે કમબૅક કરી રહી છે, જે આ વખતે એકદમ જુદા જ અવતારમાં દેખાશે. આ સુંદર જોડી સાથે લાવનાર અન્ય કોઈ નહીં પણ વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈંડસ્ટોન પ્રૉડક્શન છે, આગામી તેમના આગામી સિંગલનું નામ છાનોમાનો છે.

નવરાત્રીના અવસરે રિલીઝ થનાર પેપ્પી સૉન્ગ રાસ-ગરબાના પારંપરિક લોકગીતો દ્વારા પ્રેરિત છે, અને તેને જીવંત કરે છે, ગીતના નિર્માતાઓએ છાનોમાનોનું પહેલું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કર્યું છે, આમાં તે ઝલક જોવા મળે છે, જેની આશા રાખવામાં આવે છે, એટલે પારંપરિક સ્ટોરીમાં આધુનિકતાનો ઓછ્છવ.

ગીતને સરોવરોના સુંદર શહેર ઉદયપુરમાં શૂટ કરવામાં આવ્યું છે, જે શાશ્વત પ્રેમનું એક સુંદર ચિત્રણ છે. મહત્વની વાત એ છે કે ગુજરાતીમાં ગૌતમ અને પંખુડીની આ પહેલી ફિલ્મ હશે અને હવે જોવાનું એ છે કે આ બન્ને પોતાના પાત્રો કેવી રીતે ભજવે છે. આ ગીતમાં ઓસમાન મીરે પોતાનો સ્વર આપ્યો છે, જેમણે સંજલ લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલાના લોકપ્રિયા ગીત નગાડે સંગ ઢોલ ગાયું છે.

ગીત પર વાત કરતા ગૌતમ જણાવે છે કે, "આ ગીત મારા મનની ખૂબ જ નજીક છે, કારણકે હું મારી પત્ની સાથે અભિનય કરી રહ્યો છું. રાસ-ગરબાની થીમને કારણે છાનોમાનો શૂટ કરવામાં ખૂબ જ મજા આવી અને હું નિર્માતાઓનો આભારી છું કે તેમણે અમને સામાન્યમાંથી બહાર નીકળવા અને કંઇક રોમાંચક કરવાની તક આપી."

પંખુડી કહે છે કે, "ગૌતમ અને મેં ગીતના શૂટ દરમિયાન એક ચોક્કસ આનંદ માણ્યો છે. જ્યારે આ ગીતનું પ્રપોઝલ અમારી પાસે આવ્યું, ત્યારથી જ અમે એક પારંપરિક ગીતનું ધુન પર થનગનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા અને આ નવરાત્રી દરમિયાન રિલીઝ થશે તેનું આકર્ષણ હજી વધારે છે. આશા છે કે દર્શકોને પણ આ એટલું જ ગમે, જેટલું અમને ગમ્યું છે. હું આ માટે પ્રૉડ્યૂસર્સ, વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈંડસ્ટોન પ્રૉડક્શનનો આભાર માનું છું."

દિલીપ રાવલના લિરિક્સ અને ઓસ્માન મીરના જબરજસ્ત અવાજ સાથે, છાનોમાનોને મ્યૂઝિક અલાપ દેસાઇએ આપ્યું છે અને આને વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈંડસ્ટોન પ્રૉડક્શન દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવ્યો છે.

રાસ-ગરબા સૉન્ગના પોસ્ટરે લોકોમાં આ ગીત પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો છે અને હવે આ ગીત રિલીઝ થાય તેની રાહ જોવાઈ રહી છે. જણાવવાનું કે અત્યાર સુધી આ સિંગલની રિલીઝ ડેટનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

09 October, 2021 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એનાયત કરાશે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાત્રે આયોજિત પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન આ એવોર્ડની જાહેરાત કરી હતી.

27 October, 2021 11:51 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

નામથી નહીં, કૅરૅક્ટર્સથી ઓળખાવા માગે છે પ્રતીક ગાંધી

હું અલગ-અલગ પાત્રોને એકસરખું મહત્ત્વ આપવા માગું છું. અલગ-અલગ કૅરૅક્ટર્સ ક્રીએટ કરવાની મારી ઇચ્છા છે. હું મારા કૅરૅક્ટર્સના નામે ઓળખાઉંલ, ના કે મારા નામથી.’

25 October, 2021 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

અભિનેત્રી શીતલ પંડ્યાને થયો કોરોના, પણ આજની મેચ માટે હાઈ જોશ

શીતલે પોતે સોશિયલ દ્વારા ચાહકોને તેમની આ પરિસ્થિતિની જાણ કરી હતી.

24 October, 2021 10:53 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK