દેવકી અને મિત્ર ગઢવી સ્ટારર સસ્પેન્સ ફિલ્મ ‘હું ઈકબાલ’નું વર્લ્ડ ડિજીટલ પ્રિમિયર

‘હું ઈકબાલ’નું પોસ્ટર
શેમારૂમી (Shemaroo Me) ગુજરાતીઓનું મનગમતું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તાજેતરમાં જ એક થ્રિલર-સસ્પેન્સ ફિલ્મ રિલીઝ થઈ છે. થોડાક સમય પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી દેવકી (Devaki) અને મિત્ર ગઢવી (Mitra Gadhvi) સ્ટારર ફિલ્મ ‘હું ઈકબાલ’ (Hun Iqbal)નું ૨૩ ફેબ્રુઆરીથી શેમારુમી પર વર્લ્ડ ડિજીટલ પ્રિમિયર થયું છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
દેવકી અને મિત્ર ગઢવી સ્ટારર ફિલ્મ ‘હું ઈકબાલ’ આ ફિલ્મ તેના નામ પ્રમાણે ઈકબાલની આસપાસ ફરે છે. જેમાં ઈકબાલ નામનો રહસ્યમય ચોર એક ચોરીને અંજામ આપે છે અને પછી અમદાવાદની પોલીસને પોતાને શોધવા માટે ચેલેન્જ આપે છે. કોઈને ખબર નથી કે આ ઈકબાલ કોણ છે, ક્યાંથી આવ્યો છે અને ક્યારે ચોરી કરી જાય છે. અમદાવાદ પોલીસ આ ચપળ ચોરને શોધવા માટે આખા શહેરની મદદ લે છે. શું ઈકબાલ પકડાશે? શું એ જાણી શકાશે કે આ ઈકબાલ ખરેખર છે કોણ? આ સવાલોના જવાબ જોઈતા હોય તો તમારે શેમારૂમી પર ફિલ્મ ‘હું ઈકબાલ’ જોવી પડશે.
આ પણ વાંચો - ‘Hello’ ટ્રેલર : અજાણ્યો ફોન કૉલ લઈને આવશે અણધારી સમસ્યાઓ
પલ્લવ પરીખ (Pallav Parikh) લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં દેવકી, મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ (Sonali Lele Desai), નિરવ વૈદ્ય (Nirav Vaidya) અને રવિ રંજન (Ravi Ranjan) મુખ્ય ભૂમિકામં છે.
આ પણ વાંચો - આ મામલે અમિતાભ કરતાં પણ મોટા છે ગુજરાતી અભિનેતા યશ સોની, એવી તો કઈ બાબત છે? જાણો
તમને જણાવી દઈએ કે, ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી ફિલ્મ, વેબસિરીઝ કે નાટક રિલીઝ થાય છે. ૫૦૦થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે.