ફિલ્મ ‘કર્મ’ ૨૭ જાન્યુઆરીના રોજ થિયેટરમાં થસે રિલીઝ
‘કર્મ’નું પોસ્ટર
નવા વર્ષની શરુઆત સાથે જ ઢોલિવૂડના પ્રેક્ષકોને ફિલ્મોની રિલીઝની ભેટ મળી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વધુ એક ફિલ્મ રિલીઝ થવાની છે, ‘કર્મ’. ચેતન ધનાણી (Chetan Dhanani), બ્રિન્દા ત્રિવેદી (Brinda Trivedi) અને અંશુલ ત્રિવેદી (Anshul Trivedi) સ્ટારર ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ લૉન્ચ થયું છે. ફિલ્મ ‘કર્મ’ ૨૭ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.
ચેતન ધનાણી, બ્રિન્દા ત્રિવેદી અને અંશુલ ત્રિવેદી સ્ટારર ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘કર્મ’ના ટીઝરમાં એક હેપી ફૅમેલી જોવા મળે છે. કાજલ, જાન્હવી અને રાહુલની ફૅમેલી. આ ખુશ અને સંતુષ્ટ ફૅમેલીની મૃગજળ જેવી જિંદગીમાં તોફાન આવે છે. તેમના જીવનમાં કંઈક અણધાર્યું બને છે અને જબરજસ્ત ઉથલપાથલ થાય છે. બસ આખી વાર્તા તેની જ આસપાસ ફરે છે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે.
ADVERTISEMENT
અહીં જુઓ ફિલ્મનું ટીઝર :
પ્રેમ, લાગણી અને ભરોસાથી બનાવેલું ઘર, અચાનક તોફાન આવે અને પત્તાનો મહેલ બની જાય તો..? અને ત્યારે જ માવજતથી સજાવેલા પરિવારની શું દશા થાય તેની વાર્તા છે ફિલ્મ ‘કર્મ’માં.
આ પણ વાંચો – ‘કચ્છ એક્સપ્રેસ’નું ટ્રેલર થયું લૉન્ચ : શું થશે મોંઘીનાં સપનાં પુરાં?
આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સુબ્બુ ઐયરનું છે. લેખન અને સ્ક્રિનપ્લે પણ સુબ્બુ ઐયરે કર્યું છે. ફિલ્મમાં સંગીત મીર દેસાઈએ આપ્યું છે. ફિલ્મ ‘કર્મ’ ૨૭ જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં ચેતન ધનાણી, બ્રિન્દા ત્રિવેદી અને અંશુલ ત્રિવેદીની સાથે મોરલી પટેલ, પ્રશાંત બારોટ અને અનુષ્કા પંડ્યા પણ છે.

