મિડ-ડેની પોડકાસ્ટ સિરીઝમાં `ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી` માટેના એક જૂના ઈન્ટરવ્યુમાં, ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ ખુલાસો કર્યો કે તેણે ફિલ્મ `રંગીલા` પછી સંગીતકાર એઆર રહેમાન સાથે કેમ કામ નથી કર્યું. ફિલ્મ મેકરે સંગીતકાર સાથે કામ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો અને એક ખાસ ઘટનાને યાદ કરી કહ્યું જ્યારે હું તેને મારી કારમાંથી બહાર ફેંકવા માગતો હતો. `રંગીલા` એ આર રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ હતી જેમાં તેનો ઓરિજિનલ સ્કોર અને સાઉન્ડટ્રેક હતો.