મુંબઈમાં ગુરુવારે આઇફોન પર શૂટ કરાયેલી ફિલ્મોના સંગ્રહ MAMI સિલેક્ટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંખ્યાબંધ સેલેબ્સ હાજર રહ્યા હતા. નવા સગાઈ કરેલ દંપતી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ, સગાઈ પછી પહેલી વાર તેઓ જાહેરમાં જોવા મળ્યા હતા. કાર્પેટ પર મૌની રૉય, શબાના આઝમી, કિરણ રાવ, પ્રાજક્તા કોહલી, તારુક રૈના, જીમ સરભ, વિજય વર્મા, શોભિતા ધુલીપાલા, ઝોયા અખ્તર, ગૌરવ ચૌધરી અને અન્ય સ્ટાર્સ તેમની સાથે જોડાયા હતા.