એલી અવરામે તેની તાજેતરની હોરર કોમેડી, `કન્જુરિંગ કન્નપ્પન`ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઘટનાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એલીની 10 વર્ષની સફરને પણ ચિહ્નિત કરી. આ ફિલ્મ હાલમાં દક્ષિણ ભારતમાં ધૂમ મચાવી રહી છે. સેલ્વિન રાજ ઝેવિયર દ્વારા દિગ્દર્શિત, `કન્જુરિંગ કન્નપ્પન` હોરર અને કોમેડીનું મિશ્રણ છે. આ મનોરંજક સિનેમેટિકમાં પેટ પકડીને હસવા અને આંખો ફાટી રહી એવો ડર બંને જોવા મળશે.














