Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Samntha:પોતાની બીમારી અંગે ખોટા મીડિયા રિપૉર્ટ્સ પર ભડકી એક્ટ્રેસ, કહ્યું આ...

Samntha:પોતાની બીમારી અંગે ખોટા મીડિયા રિપૉર્ટ્સ પર ભડકી એક્ટ્રેસ, કહ્યું આ...

08 November, 2022 07:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સમંથાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેણે કે મીડિયા રિપૉર્ટ્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેમાં અભિનેત્રીની હેલ્થ અપડેટ આપતા કહેવામાં આવ્યું છે કે તેમની સ્થિતિ ગંભીર છે. સમંથાએ કહ્યું કે તે અત્યાર સુધી જીવે છે મરી નથી.

સમંથા રૂથ પ્રભુ

સમંથા રૂથ પ્રભુ


સાઉથ અભિનેત્રી (South Actress) સમંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) હાલ માયોસાઇટિસ (Myositis) નામની ગંભીર બીમારીથી પીડિત છે. પણ આ દરમિયાન પણ અભિનેત્રી પોતાની અપકમિંગ (Upcoming Film Yashoda) ફિલ્મ `યશોદા`નું પ્રમોશન (Promotion) કરી રહી છે. સમંથાએ (Samantha Ruth Prrabhu) સોશિયલ મીડિયા (Social Media)  દ્વારા જ પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો, જેના પછી ચાહકો તેની તબિયત વિશે જાણવા માગે છે. તાજેતરમાં જ, સમંથાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેણે કે મીડિયા રિપૉર્ટ્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેમાં અભિનેત્રીની હેલ્થ અપડેટ આપતા કહેવામાં આવ્યું છે કે તેમની સ્થિતિ ગંભીર છે. સમંથાએ કહ્યું કે તે અત્યાર સુધી જીવે છે મરી નથી.

હકિકતે, જ્યારથી સમંથાની ખરાબ તબિયત વિશે ચાહકોને ખબર પડી છે ત્યારથી દરેક જણ તેમની તબિયત વિશે જાણે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક એવા આર્ટિકલ પબ્લિશ થયા, જેમાં સમંથાની તબિયતને ગંભીર કહેવામાં આવી છે. આના પર સ્પષ્ટતા આપતા સમંથા રુથ પ્રભુએ પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જેવું મેં મારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે કેટલાક દિવસો સારા છે અને કેટલાક ખરાબ છે. મને એવું પણ ઘણીવાર અનુભવાય છે કે હવે એક પગલું પણ નહીં લેવાય. પણ પાછળ વળીને જોઉં છું તો આશ્ચર્ય થાય છે કે હું ઘણું બધું કરીને અહીં સુધી પહોંચી છું. હું અહીં લડવા આવી છું.



આ ઈન્ટરવ્યૂમાં સમંથાએ જણાવ્યું કે આ બીમારીથી તેને જીવને જોખમ બિલકુલ નથી. અભિનેત્રીએ કહ્યું, "હું એક વાત સ્પષ્ટ કહી દેવા માગુ છું. મેં જોયું છે કે અનેક પ્રકારના આર્ટિકલ્સમાં મારી કંડીશનને જીવનું જોખમ કહેવામાં આવી રહી છે. પણ હું જે સ્થિતિમાં છું, તેમાં મને જીવનું જોખમ નથી. હું અત્યાર સુધી મરી નથી. મને નથી લાગતું કે આ પ્રકારની હેડલાઈન્સની જરૂર છે."


આ પણ વાંચો : ‘યશોદા’ના પ્રમોશન માટે ટ્રીટમેન્ટમાંથી બ્રેક લેશે સમન્થા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સમંથા રુથ પ્રભુ ટૂંક સમયમાં જ `યશોદા`માં દેખાશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં સમંથા પહેલીવાર સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે. ફિલ્મ તેલુગૂ સિવાય, તામિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં 11 નવેમ્બરના રોજ રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 07:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK