Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જમાં યામી ગૌતમ ભારતીય જાસૂસ નર્સના પાત્રમાં

ધુરંધર : ધ રિવેન્જમાં યામી ગૌતમ ભારતીય જાસૂસ નર્સના પાત્રમાં

Published : 20 March, 2026 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝની સાથે જ બૉક્સ-ઑફિસ પર ધમાકો કરી દીધો છે અને લોકો પણ આ ફિલ્મનાં વખાણ કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ પછી હવે આ ફિલ્મમાં યામી ગૌતમનો કૅમિયો કન્ફર્મ થયો છે.

ધુરંધર : ધ રિવેન્જમાં યામી ગૌતમ ભારતીય જાસૂસ નર્સના પાત્રમાં

ધુરંધર : ધ રિવેન્જમાં યામી ગૌતમ ભારતીય જાસૂસ નર્સના પાત્રમાં


રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝની સાથે જ બૉક્સ-ઑફિસ પર ધમાકો કરી દીધો છે અને લોકો પણ આ ફિલ્મનાં વખાણ કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ પછી હવે આ ફિલ્મમાં યામી ગૌતમનો કૅમિયો કન્ફર્મ થયો છે. શરૂઆતમાં આ અંગે માત્ર ચર્ચા હતી, પણ રિલીઝ પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોએ ફિલ્મમાં યામીની હાજરીને કન્ફર્મ કરી છે. 
‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ પહેલાં ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરે દર્શકોને સોશ્યલ મીડિયા પર સ્પોઇલર્સ શૅર ન કરવાની અપીલ કરી હતી. છતાં બુધવારના પેઇડ પ્રિવ્યુમાં ફિલ્મ જોનારા કેટલાક ઉત્સાહી દર્શકોએ મહત્ત્વપૂર્ણ સીનની ક્લિપ્સ ઑનલાઇન પોસ્ટ કરી દીધી છે. આ વાઇરલ વિડિયોમાં યામી ગૌતમ સફેદ યુનિફૉર્મમાં નર્સના વેશમાં જોવા મળે છે અને તે પાકિસ્તાનમાં ભારત માટે જાસૂસ તરીકે કામ કરતી ‘શાઝિયા બાનો’નું પાત્ર ભજવી રહી છે. એક દૃશ્યમાં તે એક પાકિસ્તાની આતંકવાદીને ઇન્જેક્શન આપીને મારી નાખે છે. 
આ સીનમાં યામી માત્ર એક ડાયલૉગ સાથે દરદીને મારી નાખે છે અને દરવાજા પાસે ઊભેલા રણવીર તરફ જોઈને તેને સંકેત આપે છે અને ત્યાંથી ચાલતી બને છે. યામીનો આ કૅમિયો ભલે ટૂંકો હોય, પરંતુ ખૂબ જ અસરકારક માનવામાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK