‘કલ્કિ 2898 AD’માં દિશા પાટણી જાસૂસનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે
દિશા પાટણી
‘કલ્કિ 2898 AD’માં દિશા પાટણી જાસૂસનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં પ્રભાસ કલ્કિનું પાત્ર ભજવી રહ્યો છે. ભગવાન વિષ્ણુના દસમા અવતારનું નામ કલ્કિ છે. હિન્દુ માયથોલૉજી પરથી આ સાન્યસ ફિક્શન ફિલ્મ બનાવવામાં આવી છે. એમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાનું પાત્ર ભજવી રહ્યા છે. દીપિકા પાદુકોણ લક્ષ્મીજીના અવતાર પદ્માનું પાત્ર ભજવી રહી હોવાની ચર્ચા છે, જે કલ્કિની પત્ની હોય છે. કમલ હાસન આ ફિલ્મમાં કાલુ પુરુષનું પાત્ર ભજવશે જે એક નાનકડું પાત્ર હોય છે. દિશા પાટણી આ ફિલ્મમાં કમલ હાસનની દીકરી અથવા તો જાસૂસનું પાત્ર ભજવી રહી છે જે પ્રભાસ પાસેથી તેનાં સીક્રેટ ચોરી કરતી જોવા મળશે એવી ચર્ચા છે.

