આવું કારણ આપીને લૈલા મજનૂમાં હિના ખાનને રિપ્લેસ કરીને તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી હતી
હિના ખાન
હિના ખાન હાલમાં બ્રેસ્ટ કૅન્સર સામે જંગ લડી રહી છે. હાલમાં હિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘લૈલા મજનૂ’ માટે તે પહેલી પસંદગી હતી પણ તેની ત્વચાના રંગને કારણે છેલ્લી ઘડીએ તેને બદલે તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી હતી. હકીકતમાં ફિલ્મમેકર્સને લાગ્યું કે તેની ત્વચાનો રંગ કાશ્મીરી યુવતીના સ્કિનટોન સાથે મૅચ નથી થતો અને એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હિનાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફેરફારને કારણે મને બહુ દુઃખ થયું હતું.
એક ઇન્ટરવ્યુમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં હિનાએ જણાવ્યું હતું કે ‘કાશ્મીરી યુવક અને યુવતીની સ્ટોરી હતી ‘લૈલા મજનૂ’માં. મારી ત્વચાનો રંગ ઘઉંવર્ણો હોવાને કારણે મને આ ફિલ્મમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી. હકીકતમાં મેકર્સ ગોરી યુવતીને હિરોઇન તરીકે સાઇન કરવા માગતા હતા જેથી તે કાશ્મીરી જેવી લાગી શકે. એ પછી તૃપ્તિને સાઇન કરવામાં આવી હતી. હું મૂળ કાશ્મીરી છું, પણ મને કહેવામાં આવ્યું કે તું કાશ્મીરી યુવતી જેવી નથી લાગતી. મને પહેલાં તો આઘાત લાગ્યો હતો, પણ પછી મેં આગળ વધવાનું નક્કી કર્યું હતું.’
ADVERTISEMENT
‘લૈલા મજનૂ’ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને ફ્લૉપ સાબિત ગઈ હતી, પણ એ ફિલ્મ ૨૦૨૪માં રીરિલીઝ થઈ હતી અને એને સારી એવી સફળતા મળી હતી.


