Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘જય હો’ માટે ઑસ્કર મળ્યા બાદ કેમ સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા રહમાન?

‘જય હો’ માટે ઑસ્કર મળ્યા બાદ કેમ સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા રહમાન?

23 June, 2022 06:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ. આર. રહમાને હવે ખુલાસો કર્યો છે કે જ્યારે ‘સ્લમડૉગ મિલ્યનેર’ના તેમના ‘જય હો’ ગીતને ઑસ્કર અવૉર્ડ મળ્યો તો તેઓ એ ગીત સાથે જોડાયેલા સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા.

‘જય હો’ માટે ઑસ્કર મળ્યા બાદ કેમ સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા રહમાન

‘જય હો’ માટે ઑસ્કર મળ્યા બાદ કેમ સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા રહમાન


એ. આર. રહમાને હવે ખુલાસો કર્યો છે કે જ્યારે ‘સ્લમડૉગ મિલ્યનેર’ના તેમના ‘જય હો’ ગીતને ઑસ્કર અવૉર્ડ મળ્યો તો તેઓ એ ગીત સાથે જોડાયેલા સિંગર્સનો આભાર માનવાનું ભૂલી ગયા હતા. એથી હવે તેમણે એ તમામ લોકોનો આભાર એક વિડિયો શૅર કરીને માન્યો છે. સાથે જ એ ગીતને એક અલગ લેવલ પર લઈ જવાનું શ્રેય તેમણે સિંગર સુખવિન્દર સિંહને આપ્યું છે. ૨૦૦૯માં તેમને અવૉર્ડ મળ્યો હતો. એ વિડિયોમાં એ. આર. રહમાન કહી રહ્યા છે કે ‘હું જ્યારે ઑસ્કર અવૉર્ડ દરમ્યાન સૌનો આભાર માની રહ્યો હતો ત્યારે થોડી મૂંઝવણને કારણે હું કેટલાક સિંગર્સનાં નામ લેવાનું ભૂલી ગયો હતો. આ ગીતના મુખ્ય ભાગને અવાજ આપનારા સુખવિન્દર સિંહનો હું ખૂબ આભારી છું. સુખવિન્દર સિંહનો અનોખો અવાજ આ ગીતને એક અલગ જ સ્તરે લઈ ગયો હતો. તેમની ધીરજ, તેમનો પ્રેમ અને સંગીતની કુશળતાનો પણ આભારી છું. કેટલાક કલાકારો હોય છે જે પોતાની કળાથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. આવા કલાકારોને તમે કોઈ સીમામાં ન બાંધી શકો. સુખવિન્દર પણ આવા જ કલાકાર છે. તેઓ પૂરી એનર્જી સાથે કામ કરે છે.’  


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK