વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
ફોન તોડવાની ધમકી કેમ આપી નયનતારાએ?
નયનતારા અને તેનો હસબન્ડ વિજ્ઞેશ શિવન કુંભકોણમ મંદિરે દર્શન કરવા ગયાં હતાં અને ત્યાં તેમણે પૂજા પણ કરી હતી. એ દરમ્યાન લોકો તેના ફોટો ક્લિક કરવા માટે પડાપડી કરવા માંડ્યા હતા. સાથે જ કેટલાક ફૅન્સ તેમનો વિડિયો શૂટ કરવા લાગ્યા હતા. એ વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાં નયનતારા ફોન તોડવાની ધમકી આપે છે. તે કહી રહી છે કે જો ફરી પાછું તમે શૂટ કર્યું તો તમારો ફોન તોડી નાખીશ. સાથે જ નયનતારાના સ્ટાફ મેમ્બર પણ તેમને વિનંતી કરે છે કે શૂટ ન કરવામાં આવે. તેઓ જ્યારે પૂજા કરી રહ્યાં હતાં ત્યારે લોકો ત્યાં વિડિયો લેવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા અને એથી જ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે નયનતારાએ આવી ધમકી આપવી પડી હતી.


