તેણે હાલમાં જ ‘ધ કપિલ શર્મા શો’માં કમબૅક કર્યું છે
સાજિદ ખાન
કૃષ્ણા અભિષેકને સાજિદ ખાનની ફિલ્મની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. તેણે હાલમાં જ ‘ધ કપિલ શર્મા શો’માં કમબૅક કર્યું છે. ગયા વર્ષે તેણે આ શો છોડી દીધો હતો. આ શોમાં પાછા આવવા માટે ઘણી ચર્ચાઓ થઈ હતી અને ફાઇનલી કૃષ્ણા આ શોમાં લોકોને હસાવવા માટે પાછો ફર્યો છે. સાજિદ ખાનની ફિલ્મની ના પાડવા વિશે કૃષ્ણા અભિષેકે કહ્યું કે ‘કેટલીક બાબતો છે. ચૅનલ સાથે મારો એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ છે અને મારું શેડ્યુલ ખૂબ બિઝી છે. સાજિદ ખાને મને ફિલ્મ ઑફર કરી હતી. તેઓ હાલમાં શૂટિંગ કરી રહ્યા છે. જોકે મારી ડેટ્સને કારણે એ શક્ય ન બની શક્યું. તમે તેને પૂછી શકો છો. મને પણ તેની સાથે કામ કરવું ગમત.’

