અબુ સાલેમ સાથે પાર્ટી કરી હોવાના આરોપ વિશે શું જવાબ આપ્યો કંગનાએ?
કંગના રનૌત
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટી વતી ઇલેક્શન લડી રહી છે. એવામાં તેની છબીને ખરડાવવા માટે એક જૂનો ફોટો કૉન્ગ્રેસે વાઇરલ કર્યો છે. એ ફોટો એક પાર્ટીનો છે અને કૉન્ગ્રેસ દાવો કરી રહી છે કે કંગના ગૅન્ગસ્ટર અબુ સાલેમ સાથે પાર્ટી કરી રહી છે. આ ફોટોને લઈને ચોખવટ કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું કે ‘હતાશ કૉન્ગ્રેસના અધિકારીઓ આ ફોટો વાઇરલ કરીને કૅપ્શન આપી રહ્યા છે કે હું ગૅન્ગસ્ટર અબુ સાલેમ સાથે પાર્ટી કરી રહી છું. આ ખરેખર એ જર્નલિસ્ટનું અપમાન છે. તે અબુ સાલેમ નથી અને આ ફોટો એક ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટનો છે.’

