Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમે ‘ધડક 2’ નથી બનાવી રહ્યા : કરણ

અમે ‘ધડક 2’ નથી બનાવી રહ્યા : કરણ

19 April, 2023 03:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮માં આવેલી ‘ધડક’માં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળ્યાં હતાં.

કરણ જોહર

કરણ જોહર


કરણ જોહરે ‘ધડક’ની સીક્વલ બની રહી છે એ અફવા પર વિરામ મૂકી દીધો છે. તેણે ઇન્સ્ટાસ્ટોરી પર ચોખવટ કરી છે કે તે ‘ધડક 2’ નથી બનાવી રહ્યો. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે આ ફિલ્મની સીક્વલ બની રહી છે. સાથે જ આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં જોવા મળશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ૨૦૧૮માં આવેલી ‘ધડક’માં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ ૨૦૧૬માં આવેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રીમેક હતી. હવે ‘ધડક’ની સીક્વલ પર ચાલી રહેલી ચર્ચાઓને પૂર્ણવિરામ આપતાં ઇન્સ્ટાસ્ટોરી પર કરણે લખ્યું કે ‘આને રેકૉર્ડ પર રાખવા માટે અને એને સંબંધિત લોકો માટે, અમે (ધર્મા પ્રોડક્શન્સ) ‘ધડક 2’ના નામે કોઈ ફિલ્મ નથી બનાવી રહ્યા જેવું કે અનેક આર્ટિકલ્સમાં લખવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK