લોકપ્રિય તામિલ ઍક્ટર વિવેકના નિધનને લઈને બૉલીવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉયે પોતાની તબિયતને લઈને ઊઠેલી અફવા પર પૂર્ણવિરામ લગાવ્યું છે. લોકપ્રિય તામિલ ઍક્ટર વિવેકના નિધનને લઈને બૉલીવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. એવામાં વિવેક ઑબેરૉય હૉસ્પિટલમાં દાખલ થયો છે એવી અફવા ફેલાઈ છે. એ અફવાને વિરામ આપતાં ટ્વિટર પર વિવેકે ટ્વીટ કર્યું હતું કે ‘હું ચેન્નઈની હૉસ્પિટલમાં દાખલ છું એવા ખોટા સમાચાર ફેલાયા છે. હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું મુંબઈમાં મારી ફૅમિલી સાથે સ્વસ્થ અને તંદુરસ્ત છું. જોકે તામિલ ઇન્ડસ્ટ્રીના ઍક્ટર વિવેકના નિધનથી ખૂબ આઘાત પહોંચ્યો છે. તેમની ફૅમિલી પ્રતિ મારી સંવેદના છે.’

