આ ચૅટ જોઈને તેમની રિલેશનશિપની વાત સાચી હોવાની ચર્ચાને વેગ મળ્યો છે
એ.પી. ઢિલ્લોં અને તારા સુતરિયા
તારા સુતરિયા તેની અંગત જિંદગીને લીધે સતત સમાચારમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તારા સુતરિયા અને વીર પહારિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે આ બન્ને લવબર્ડ્સે હજી સુધી તેમના ડેટિંગની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જોકે હાલમાં આ બન્નેની સોશ્યલ મીડિયા પરની કમેન્ટ્સે તેમના સંબંધોની હકીકત જાહેર કરી દીધી છે.
તારાએ હાલમાં લોકપ્રિય સિંગર એ. પી. ઢિલ્લોં સાથે અનેક તસવીરો શૅર કરી હતી અને એમાં બન્નેની કેમિસ્ટ્રી સ્પષ્ટ નજરે આવી રહી છે. આ તસવીરોએ સોશ્યલ મીડિયા પર તમામ લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું હતું. આ તસવીર પર વીર પહારિયાએ દિલની લાગણી વ્યક્ત કરીને ‘મેરા’ એવી કમેન્ટ હાર્ટ-ઇમોજી સાથે કરી હતી. વીરની આ કમેન્ટ પર તારાએ રિપ્લાય કરતાં કહ્યું કે ‘માઇન’ અને પછી હાર્ટ-ઇમોજી મૂકી હતી. વીર અને તારાનો સોશ્યલ મીડિયા પર આ ખુલ્લંખુલ્લો એકરાર સાંભળીને તેમની રિલેશનશિપની ચર્ચાને વેગ મળ્યો છે.


