બન્નેની લવસ્ટોરી છે વિક્રાન્ત અને શનાયાની આંખોં કી ગુસ્તાખિયાંમાં
ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’નું ટીઝર રિલીઝ થયું
બૉલીવુડની આગામી રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મ રસ્કિન બૉન્ડના પુસ્તક ‘ધ આઇઝ હૅવ ઇટ’ પર આધારિત છે. ફિલ્મમાં વિક્રાન્ત મેસી ગીતકારની ભૂમિકામાં છે, જ્યારે શનાયા કપૂર થિયેટર કલાકાર તરીકે પોતાની અભિનય કરીઅરની શરૂઆત કરી રહી છે.
ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બે અજાણ્યા લોકો જેઓ બન્ને જોઈ નથી શકતા તેઓ ટ્રેનની યાત્રા દરમ્યાન મળે છે અને એક અનોખું બૉન્ડ બનાવે છે, એ જાણ્યા વિના કે સામેની વ્યક્તિ પણ જોઈ નથી શકતી. આ વાર્તા પ્રેમ, વિશ્વાસ અને દિલની ઊંડાઈઓને સ્પર્શે છે અને આધુનિક સંબંધોની સચ્ચાઈ દર્શાવે છે. આ ફિલ્મ ૧૧ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

