વિજય સેતુપતિએ જણાવ્યું કે તે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરવાનો હતો.
આમિર ખાન
વિજય સેતુપતિએ જણાવ્યું કે તે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરવાનો હતો. જોકે વાત કાંઈ જામી શકી નહીં. આ ફિલ્મ માટે તે આમિરને મળવા મુંબઈ પણ આવ્યો હતો. આ ફિલ્મ તેના વગર બની અને ફિલ્મ ખાસ કોઈ કમાલ કરી શકી નહીં. સોશ્યલ મીડિયામાં આ ફિલ્મનો બૉયકૉટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા તેની બૉલીવુડમાં એન્ટ્રી થઈ શકી હોત. આમિર સાથે થયેલી વાતચીત વિશે વિજયે કહ્યું કે ‘હું કદાચ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરવાનો હતો, એથી બપોરે હું ડિરેક્ટરને મળ્યો અને હું જ્યારે જઈ રહ્યો હતો ત્યારે આમિરસરે મને બોલાવ્યો અને કહ્યું કે ‘આપણે મળી શકીએ? હું તેમના ઘરે ગયો. હું પહેલી વખત મુંબઈ આવ્યો હતો. હું સ્ટારના ઘરે ગયો હતો. તેમની સાથે મેં કૉફી અને સિગારેટ પીધાં હતાં. ત્યાર બાદ આમિરસર મને ઍરપોર્ટ મૂકવા આવ્યા હતા.’

