હાલમાં વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના તેમની સગાઈના સમાચારને કારણે ચર્ચામાં છે
તસવીરોમાં દેખાય છે વિજય દેવરાકોંડાની સગાઈની વીંટી
હાલમાં વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના તેમની સગાઈના સમાચારને કારણે ચર્ચામાં છે અને રિપોર્ટ પ્રમાણે તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. વિજય અને રશ્મિકાએ તેમની સગાઈની સત્તાવાર જાહેરાત નથી કરી, પણ હાલમાં એક કાર્યક્રમમાં વિજયના હાથમાં સગાઈની વીંટી જોવા મળી હતી.
વિજય દેવરાકોંડા રવિવારે તેના પરિવાર સાથે આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટ્ટપર્થી ખાતે આવેલા શ્રી સત્ય સાંઈબાબાના પ્રશાંતિ નિલયમ આશ્રમમાં પહોંચ્યો હતો. અહીં વિજયનું ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે તેની આંગળીમાં રહેલી સગાઈની વીંટી સ્પષ્ટ દેખાઈ રહી હતી અને એ સમયે લેવાયેલી તસવીરોમાં ક્લિક થઈ ગઈ હતી.


