વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે.

હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો કો-ઓનર બન્યો વિજય દેવરાકોન્ડા
વિજય દેવરાકોન્ડા હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો થોડો ભાગ ખરીદીને એનો કો-ઓનર બન્યો છે. વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે. તેણે પોતાની આ ટીમને શુભેચ્છા આપવા કહ્યું છે. ૪ ફેબ્રુઆરીએ પ્રાઇમ વૉલીબૉલ લીગની શરૂઆત થવાની છે. વૉલીબૉલ ટીમનો કો-ઓનર બનવાની જાહેરાત કરતાં તેણે એક વિડિયો શૅર કર્યો છે. એમાં ટીમ પણ દેખાય છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિજય દેવરાકોન્ડાએ કૅપ્શન આપી હતી, ‘મેં એક સ્પોર્ટ્સ ટીમનો થોડો હિસ્સો ખરીદ્યો છે. હૈદરાબાદ બ્લૅકહૉક્સ એક નીડર ટીમ છે. આ સુંદર, ધમાકેદાર વૉલીબૉલ ટીમનો ભાગ બનવાની મને ખુશી છે. આશા છે કે અમે તેલુગુ રાજ્યને ગર્વ અપાવીશું અને પ્રાઇમ વૉલીબૉલ લીગની ૨૦૨૩ની સીઝન જીતીશું.’