વિજય દેવરાકોન્ડા કામચલાઉ ટાઇટલ ‘VD 12’ લઈને આવવાનો છે

વિજય દેવરાકોન્ડા
વિજય દેવરાકોન્ડા કામચલાઉ ટાઇટલ ‘VD 12’ લઈને આવવાનો છે. એને ગૌતમ તીનાનુરી બનાવી રહ્યો છે. ગૌતમે ૨૦૨૨માં આવેલી ‘જર્સી’ બનાવી હતી. ‘VD 12’ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં તે પોલીસના રોલમાં દેખાશે. અગાઉ તેની ‘લાઇગર’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મ કાંઈ ખાસ કમાલ નહોતી કરી શકી. ‘VD 12’ની જાહેરાત કરતાં ટ્વિટર પર વિજય દેવરાકોન્ડાએ ટ્વીટ કર્યું, ‘સ્ક્રિપ્ટ. ટીમ. મારી આગામી ફિલ્મ છે. મેં જ્યારે ‘VD 12’ની સ્ટોરી વાંચી ત્યારે મારું દિલ થોડા ધબકારા ચૂકી ગયું હતું.’