દર વર્ષે જેમ વિજય તેના ચાહકો માટે #Deverasanta સાથે ક્રિસમસને વધુ ખાસ બનાવવા માટે નવી અને આકર્ષક ભેટો લઈને આવે છે.
વિજય દેવરકોન્ડા
વિજય દેવરકોંડા (Vijay Deverkonda)તેના ચાહકો તરફથી મળેલો પ્રેમ પાછો આપવામાં ક્યારેય નિષ્ફળ જતો નથી. સ્ટાર તરફથી એક થેંક્સગિવિંગ ભાવ સાથે #Deverasanta પરંપરા છે, જે તેણે લગભગ 5 વર્ષ પહેલા ક્રિસમસ(Christmas)ના ખાસ અવસર પર શરૂ કરી હતી.
દર વર્ષે જેમ વિજય તેના ચાહકો માટે #Deverasanta સાથે ક્રિસમસને વધુ ખાસ બનાવવા માટે નવી અને આકર્ષક ભેટો લઈને આવે છે, આ વર્ષની #Deverasanta2022 યોજનાઓ મોટી અને વધુ ખાસ છે કારણ કે તેણે તેના 100 પ્રશંસકો માટે ટ્રિપનું આયોજન કર્યું છે જે સંપૂર્ણપણે મફત હશે. તેની આ યોજનાએ તેના તમામ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે, બીજી તરફ તેના ચાહકો માટે ટ્રિપની ઉત્તેજના વધુ વધારતા વિજયે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોલ કર્યો છે જેમાં તેણે તેના ચાહકોને તેમનું મનપસંદ સ્થળ પસંદ કરવાનું કહ્યું છે. તેમની મદદ માંગી છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે "Deversanta, એક પરંપરા જે મેં 5 વર્ષ પહેલા શરૂ કરી હતી. આ વર્ષે મારી પાસે અત્યાર સુધીનો શ્રેષ્ઠ વિચાર છે, હું તમારામાંથી 100 લોકોને તમામ ખર્ચની ચૂકવણીની રજા પર મોકલવા જઈ રહ્યો છું. મને સ્થળ પસંદ કરવામાં મદદ કરો. #Deverasanta2022"
ADVERTISEMENT
આ પણ વાંચો: Year Ender 2022: રશ્મિકા સહિતના આ સાઉથ સ્ટાર્સે આ વર્ષે હિન્દી ફિલ્મોમાં કર્યો છે ડેબ્યુ
અભિનેતા વિજય દેવરકોન્ડાએ પોલામાં ચાહકોને 4 સ્થળ આપ્યાં છે, જેમાં ભારતના પર્વતો, ભારતના દરિયાકિનારા, ભારતનો સાંસ્કૃતિક પ્રવાસો અને ભારતના રણ સ્થળો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે વિજય દેવરાકોંડાએ આ પરંપરા ઘણા સમય પહેલા શરૂ કરી હતી. પ્રથમ વર્ષમાં તેમણે મસાબ ટાંકીમાં જવાહરલાલ નેહરુ આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. સોશ્યિલ મીડિયા પર વિજયને ફોલો કરનારા 50 લોકોની પસંદગી કરવામાં આવી હતી અને બધાને અભિનેતા દ્વારા ખાસ ભેટ આપવામાં આવી હતી, પછીના વર્ષમાં, વિજયે એક વિડિયો પોસ્ટ કર્યો અને તેના તમામ અનુયાયીઓ અને ચાહકોને `#Deversanta` સાથે શુભેચ્છા પાઠવવા કહ્યું. તેણે વચન આપ્યું હતું કે તે ઓછામાં ઓછા 9-10 વિશ પૂરી કરશે. ગત વર્ષે તેમણે 100 વિજેતાઓના નામ જાહેર કર્યા હતા, જેમને ક્રિસમસ ભેટ તરીકે પ્રત્યેકને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ `લિગર`માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય એક્ટર વિજય દેવરકોંડા તેના બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

