વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના ફેબ્રુઆરીમાં સગાઈ કરી રહ્યાં હોવાની માત્ર અફવા છે. તેઓ રિલેશનશિપમાં છે અને ઘણા સમયથી ચર્ચામાં રહે છે.
વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના
વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના ફેબ્રુઆરીમાં સગાઈ કરી રહ્યાં હોવાની માત્ર અફવા છે. તેઓ રિલેશનશિપમાં છે અને ઘણા સમયથી ચર્ચામાં રહે છે. ન્યુ યર હોય કે સાથે વેકેશનનો સમય પસાર કરવો, દરેક સમયે તેઓ બન્ને એકમેક સાથે હાજર હોય એવાં પ્રૂફ તેમની પોસ્ટ પરથી તેમના ફૅન્સ સોશ્યલ મીડિયા પર શોધી કાઢે છે. તેઓ તેમની રિલેશનશિપને લઈને કોઈ જવાબ નથી આપી રહ્યાં પરંતુ દરેકને ખબર છે કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. ગઈ કાલે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ હવે સગાઈ કરી રહ્યાં છે. જોકે બન્ને ઍક્ટરની ક્લોઝ એવી વ્યક્તિએ કહ્યું હતું કે એ માત્ર અફવા છે. તેમણે બન્નેએ ‘ગીત ગોવિંદમ’ અને ‘ડિયર કૉમરેડ’માં સાથે કામ કર્યું છે. રશ્મિકા હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે અને વિજય દેવરાકોંડા છેલ્લે ‘કુશી’માં જોવા મળ્યો હતો. તેની ‘ફૅમિલી સ્ટાર’ અને ‘વીડી 12’ પાઇપલાઇનમાં છે.


