તેણે કપડાં વગરનો વિડિયો પોસ્ટ કર્યો એને પગલે તેના ફૅન્સને આંચકો લાગ્યો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વિદ્યુત જામવાલ પોતાની જબરદસ્ત ફિટનેસ માટે ફૅન્સમાં ખૂબ લોકપ્રિય છે. તે વારંવાર પોતાના વિડિયોઝ શૅર કરતો રહે છે જેમાં તેની કડક અનુશાસનભરી જીવનશૈલી જોવા મળે છે. હાલમાં વિદ્યુત જામવાલે પોતાના એક નવા વિડિયોથી ફરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વિડિયોમાં તે એક પણ કપડું પહેર્યા વગર ઝાડ પર ચડતો નજરે પડે છે. જોકે એમાં ઇમોજીનો ઉપયોગ કરીને ન્યુડિટીને સંતાડવામાં આવી છે. વિદ્યુતનો આ વિડિયો જોઈને ફૅન્સને આંચકો લાગ્યો છે અને તેઓ સોશ્યલ મીડિયા પર વિદ્યુતની માનસિક હાલત વિશે શંકા કરતા સવાલ કરી રહ્યા છે.
વિદ્યુતે પોતાના આ વિડિયો સાથે લખ્યું કે તે માર્શલ આર્ટ કલારિપયટ્ટુના પ્રૅક્ટિશનર તરીકે દર વર્ષે એક વખત સહજ પ્રૅક્ટિસ કરે છે. વિદ્યુતે કૅપ્શનમાં સમજાવ્યું કે સહજનો અર્થ છે પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવીને પ્રકૃતિ સાથે જોડાવું અને એની સાથે નિકટતા અનુભવવી.


